Shikhar Dhawan and Ranveer Singh Dancing Video Goes Viral on Social Media
  • Home
  • Videos
  • Featured Videos
  • રણવીર સિંહ અને શિખર ધવનની ‘ખલીબલી’, મસ્તી અને ડાન્સનો વીડિયો થયો વાયરલ

રણવીર સિંહ અને શિખર ધવનની ‘ખલીબલી’, મસ્તી અને ડાન્સનો વીડિયો થયો વાયરલ

 | 7:48 pm IST

બોલિવૂડ એક્ટર રણવીર સિંહ અને ક્રિકેટર શિખર ધવનનો એક ડાન્સિંગ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોમાં બે દિગ્ગજ એક સાથે ડાન્સ કરતા નજરે આવી રહ્યા છે. વીડિયોમાં આ બન્ને રણવીર સિંહના ફેમસ સોન્ગ ‘ખલીબલી’ના ડાન્સ સ્ટેપ કરી રહ્યા છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર જોરાદર પ્રતિસાદ મળી રહ્યો છે. લોકો આ વીડિયોને ઘણો પસંદ કરી રહ્યા છે.

જોકે વીડિયોમાં બેગ્રાઉન્ડમાં ગીત પ્લે થતું નથી. પરંતુ તેમ છતા બન્ને જબરદસ્ત મસ્તી સાથે ડાન્સ સ્ટેપ્સ કરી રહ્યા છે. આ વીડિયોને શિખર ધવને તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. જ્યાં તેમને કેપ્સનમાં લખ્યું કે,‘ખૂબ જમેગા રંગ જબ હો ગબ્બર ઔર ખીલજી સંગ, એક-બીજાના મૂવ્સ શીખી રહ્યા છે.’ તમને જણાવી દઈએ કે શિખર ધવન હાલ IPLમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમી રહ્યા છે. જ્યારે રણવીર સિંહ તેની આગામી ફિલ્મ 83ની શૂટિંગમાં વ્યસ્ત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન