સદી ફટકારતા જ ધવને રચ્યો ઇતિહાસ, આ કારનામું કરનાર પહેલો ભારતીય બેટ્સમેન - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • સદી ફટકારતા જ ધવને રચ્યો ઇતિહાસ, આ કારનામું કરનાર પહેલો ભારતીય બેટ્સમેન

સદી ફટકારતા જ ધવને રચ્યો ઇતિહાસ, આ કારનામું કરનાર પહેલો ભારતીય બેટ્સમેન

 | 2:43 pm IST

પોતાની પ્રથમ મેચ રમી રહેલી અફઘાનિસ્તાનની ટીમ સામે શિખર ધવને જોરદાર બેટિંગ કરતા સદી ફટકારી છે. બેંગલુરૂમાં ચાલી રહેલી આ ઐતિહાસિક ટેસ્ટ મેચનાં પહેલા દિવસે ધવને અફઘાની બોલરોની જોરદાર ધોલાઇ કરી હતી. સાથે સાથે જ શિખર ધવને કેટલાક રેકોર્ડ પણ પોતાના નામે બનાવ્યા છે. 96 બોલ પર તાબડતોડ 107 રન કરનારા ધવને 18 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. પોતાના આ શતક સાથે ધવન અફઘાનિસ્તાન સામે સદી ફટકારનારો પ્રથમ બેટ્સમેન બની ગયો છે.

આ સિવાય ધવને એક એવો રેકોર્ડ બનાવ્યો છે જેને કોઇ ભારતીય ખેલાડી બનાવી શક્યો નથી. રાશિદ ખાનનાં બોલ પર ચોગ્ગો ફટકારતા જ ધવન પ્રથમ દિવસનાં પ્રથમ સેશનમાં સેંચુરી ફટકારનારો દુનિયાનો છઠ્ઠો ખેલાડી બની ગયો છે. ઉલ્લેખનીય છે કે ધવન પહેલા કોઇપણ ભારતીય ખેલાડીએ આ કારનામુ કર્યું નથી. ટેસ્ટમાં પ્રથમ દિવસે લંચ પહેલા સદી ફટકારનારા ખેલાડીઓમાં વીટી ટ્રમ્પર, સીજી મૈકાર્ટની, સર ડૉન બ્રેડમેન, માજિદ ખાન, ડેવિડ વૉર્નર બાદ શિખર ધવનનો સમાવેશ થાય છે.