શિખર ધવન અને તેના પરિવારને દુબઇ એરપોર્ટ પર રોકવામાં આવ્યા, જાણો કેમ - Sandesh
NIFTY 10,990.85 +10.40  |  SENSEX 36,440.61 +67.17  |  USD 68.7050 +0.09
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • શિખર ધવન અને તેના પરિવારને દુબઇ એરપોર્ટ પર રોકવામાં આવ્યા, જાણો કેમ

શિખર ધવન અને તેના પરિવારને દુબઇ એરપોર્ટ પર રોકવામાં આવ્યા, જાણો કેમ

 | 5:53 pm IST

ભારતીય ક્રિકેટ ટીમના ઓપનિંગ બેટ્સમેન શિખર ધવનને તેની પત્ની આયેશા અને દીકરા સહિત રોકવામાં આવ્યા હતા જેને કારણે ધવન દુબઇથી દક્ષિણ આફ્રિકા જતી ફ્લાઇટમાં પ્રવાસ કરી શક્યો નહોતો. હાલમાં ધવન અને તેનો પરિવાર એરપોર્ટ પર પર ડોક્યુમેન્ટ્લની રાહ જોઇ રહ્યા છે. બીજી બાજુ ભારતીય ટીમના અન્ય ખેલાડીઓ પોત-પોતાના પરિવાર સાથે કેપટાઉન પહોંચી ગયા છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રથમ ટેસ્ટ પાંચ જાન્યુઆરીથી શરૂ થનારી છે.

એવુ માનવામાં આવે છે ધવન તેના પુત્રના જન્મનું પ્રમાણપત્ર રજૂ કરી શક્યો નહોતો જેને કારણે દુબઇમાં તેના પરિવાર સાથે પ્રવાસ કરવાની પરવાનગી આપવામાં આવી નહોતી. આ પરિસ્થિતિને કારણે શિખર ધવન અત્યંત ગુસ્સે થઇ ગયો હતો.

ટ્વિટર પર આ ગુસ્સો ઠાલવતા ધવને લખ્યું હતું કે એમિરાટ્સ તરફથી અત્યંત ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. હું મારા પરિવાર સાથે દુબઇથી દક્ષિણ આફ્રિકા જતી ફ્લાઇટમાં પ્રવાસ કરવાના હતા અને તે સમયે મને મારા દીકરાના જન્મનું પ્રમાણપત્ર અને અન્ય ડોક્યુમેન્ટ્સ દેખાડવા માટે કહેવામાં આવ્યું હતું જે તે સમયે એરપોર્ટ મારી પાસે નહોતા.

આ પરિસ્થિતિને કારણે હું મારા પરિવાર સાથે દુબઇ એરપોર્ટ પર યોગ્ય ડોક્યુમેન્ટ્સની રાહ જોઇ રહ્યો છું. અમે જ્યારે મુંબઇથી દુબઇ જવાની ફ્લાઇટ પકડી ત્યારે એમિરાટ્સે આ ડોક્યુમેન્ટ્સ વિશે કેમ કઇ જણાવ્યું નહોતું?

એમિરાટ્સના એક અધિકારીએ અમારી સાથે બિલકુલ અયોગ્ય વર્તન કયું હતું. એમિરાટ્સ સાથે આ કઇ પ્રથમ વખત નથી બન્યું કે કોઇ ક્રિકેટરને પ્રવાસમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હોય. આ પહેલાં પણ ઇંગ્લેન્ડના ક્રિકેટર કેવિન પીટરસનને પણ આ પ્રકારનો કડવો અનુભવ થયો હતો અને તેણે પણ ટ્વિટર દ્વારા આ અંગે ફરિયાદ કરી હતી.