Shikhar Dhawan Got Out For The Golden Duck In International Cricket
  • Home
  • Sports
  • Cricket
  • સિડની વન-ડેમાં શિખર ધવનના કરિયર પર લાગ્યો સૌથી મોટો દાગ, જાણો વિગતે

સિડની વન-ડેમાં શિખર ધવનના કરિયર પર લાગ્યો સૌથી મોટો દાગ, જાણો વિગતે

 | 6:29 pm IST

ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન ઓસ્ટ્રેલિયામાં વનડે સીરિઝ રમવામાં વ્યસ્ત છે. સિડનીમાં રમાયેલી પહેલી વનડેમાં ધવન પહેલા જ બોલ પર જેસન બેહરડોર્ફનો શિકાર બન્યો હતો. આ પહેલી વખત હતું જેમાં ધવન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ગોલ્ડન ડક (પહેલા બોલ પર આઉટ) પર આઉટ થયો છે. આ રીતે તેના કરિયરમાં તે દાગ લાગ્યો છે જે આજદિન સુધી ક્યારેય હતો જ નહીં.

આશ્ચર્યની વાત એ છે કે બેહરનડૉર્ફે પહેલી ટી-20માં વિકેટ રોહિત શર્માની લીધી હતી. તેમણે તે દરમિયાન LBW આઉટ કર્યો હતો અને હવે પહેલી વનડે વિકેટ શિખર ધવનના રૂપમાં લીધી છે અને તેને પણ LBW આઉટ કર્યો હતો. આ જોગાનુંજોગ પર પૂર્વ ક્રિકેટર્સે ધવને લીધેલા હાલના બ્રેક પર પ્રહારો કર્યા હતા.

કોમેંટ્રી કરી રહેલા ગૌતમ ગંભીરે કહ્યું, ધવનને ગત મહિને ઓસ્ટ્રેલિયામાં બ્રેક મળતા ભારત પાછો જઇને દિલ્હી માટે રણજી ટ્રોફી રમવી જોઇતી હતી કારણ કે તમે ઓસ્ટ્રેલિયામાં રેસ્ટ લીધા બાદ સારા પ્રદર્શનની આશા ના રાખી શકો.

અગાઉ, ઓસ્ટ્રેલિયાએ ટોસ જીત્યો અને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 5 વિકેટ પર 288 રન બનાવ્યા હતા. તે દરમિયાન પીટર હેંડ્સકૉમ્બે 73, શોન માર્શે 54, ઉસ્માન ખ્વાજાએ 59 અને માર્કસ સ્ટોયનિસે અણનમ 47 રન બનાવ્યા હતા. ભારત તરફથી ભુવનેશ્વર કુમાર અને કુલદીપ યાદવે 2-2 વિકેટ ઝડપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન