Shikhar Dhawan Posted An Shayri On Twitter After Injury
  • Home
  • Sports
  • Cricket
  • ઇજાગ્રસ્ત શિખર ધવને પોતાના ઇરાદા કર્યા સ્પષ્ટ, ટ્વિટ કરીને કહી દીધી મોટી વાત

ઇજાગ્રસ્ત શિખર ધવને પોતાના ઇરાદા કર્યા સ્પષ્ટ, ટ્વિટ કરીને કહી દીધી મોટી વાત

 | 4:04 pm IST

પોતાની શાનદાર બેટિંગથી ઑસ્ટ્રેલિયાનાં બૉલર્સને ધોલાઈ કરનાર ભારતીય બેટ્સમેન શિખર ધવને સંકેત આપ્યા છે કે હજુ વર્લ્ડ કપની તેની સફર પૂર્ણ નથી થઈ. ‘ગબ્બર’નાં નામથી જાણીતા આ ભારતીય ખેલાડીએ સોશિયલ મીડિયા પર એક પ્રેરણાત્મક પંક્તિઓ પૉસ્ટ કરી છે. ઈજાગ્રસ્ત હોવાના કારણે ધવન ભારતની ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સામેની મેચમાં રમી શકશે નહીં. ઑસ્ટ્રેલિયા સામે રમતા ધવનનાં હાથનાં અંગૂઠામાં ફ્રેક્ચર થઈ ગયું હતુ, ત્યારબાદ તે સતત ટીમનાં ફીઝિયોની દેખ-રેખ હેઠળ છે.

રાહત ઇન્દૌરીની શાયરી કરી પોસ્ટ

33 વર્ષનાં ધવને પોતાની તસવીર સાથે જાણીતા શાયર રાહત ઇન્દૌરીની શાયરી પૉસ્ટ કરીને પોતાના ઇરાદ સ્પષ્ટ કર્યા છે. ધવને લખ્યું કે, ‘કભી મહક કી તરહ હમ ગુલોં સે ઉડતે હૈ, કભી ધુએં કી તરહ હમ પર્વતોં સે ઉડતે હૈ, યે કૈંચિયા હમે ઉડને સે ખાક રોકેગી, કિ હમ પૈરોં સે નહીં હોંસલોં સે ઉડતે હૈં.’ ધવનની જગ્યાએ દિલ્લીનાં વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતને ટીમમાં સામેલ કરવા માટે ઇંગ્લેન્ડ બોલાવવામાં આવ્યો છે. ભારત અને ન્યૂઝીલેન્ડની મેચ ગુરૂવાર એટલે કે 13 જૂનનાં રોજ રમાશે. પંત આ મેચ પહેલા ઇંગ્લેન્ડ પહોંચી જશે.

શિખર ધવનનાં સ્થાને ઋષભ પંતને બોલાવાયો છે ઇંગ્લેન્ડ

જો કે તેને ત્યાં સુધી પ્લેઇંગ ઇલેવનમાં સામે નહી કરવામાં આવે જ્યાં સુધી ટીમ મેનેજમેન્ટ ધવનને લઇને અંતિમ નિર્ણય નથી લેતી. ઇંગ્લેન્ડમાં હાજર બીસીસીઆઈનાં એક સીનિયર અધિકારીએ જણાવ્યું કે, “ઋષભ પંત ટીમ મેનેજમેન્ટનાં અનુરોધ પર ભારતથી ઇંગ્લેન્ડ રવાના થઈ ચુક્યો છે.” 21 વર્ષનો આ ખેલાડી ભારતીય ટીમનો સૌથી ઉભરતા ખેલાડીઓમાંથી એક છે. પંતે ઇંગ્લેન્ડ અને ઑસ્ટ્રેલિયામાં પોતાની ટેસ્ટ સદીથી સૌને પ્રભાવિત કર્યા હતા. આ ઉપરાંત આઈપીએલ-12માં પણ તેનું પ્રદર્શન સારું રહ્યું હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન