Shikhar Dhawan Shared housefull 4 mimicry video on Social Media
  • Home
  • Sports
  • Cricket
  • શિખર ધવને ઉતારી ‘બાલા’ અક્ષય કુમારની નકલ, ભુવનેશ્વરે આ રીતે ઉડાવી મજાક

શિખર ધવને ઉતારી ‘બાલા’ અક્ષય કુમારની નકલ, ભુવનેશ્વરે આ રીતે ઉડાવી મજાક

 | 3:43 pm IST

ભારતીય ટીમનાં દિગ્ગજ ઓપનર શિખર ધવને એક વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. આ વીડિયોમાં ધવન સાથી ખેલાડીઓની સાથે અક્ષય કુમારની નકલ કરતો જોવા મળે છે. તેણે હાલમાં જ રીલિઝ થયેલી ફિલ્મ હાઉસફુલ 4માં અક્ષય કુમાર દ્વારા અભિનીત બાલાની એક્ટિંગ કરી હતી. ધવનની સાથે વીડિયોમાં ખલીલ એહમદ, યુજવેન્દ્ર ચહલ અને રોહિત શર્મા જોવા મળે છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો ખલીલે ધવનને સવાલ પૂછે છે કે, રોહિતભાઈનાં ગ્લવ્સ ક્યાં રાખ્યા છે? જેનાં પર જવાબ આપતાં પહેલાં બાજુમાં ઉભેલો ચહલ તેના કાન પાસે ઘંટી વગાડે છે. જેના કારણે ધવન ભૂલી જવાની એક્ટિંગ કરે છે.

ભુવેનેશ્વર કુમારે આ વીડિયો ઉપર શિખર ધવનની મજાક ઉડાવી હતી. ભુવનેશ્વર કુમારે શિખર ધવનની પોસ્ટ ઉપર કોમેન્ટ કરતાં લખ્યું કે, ભૂલવાની ક્યાં જરૂર છે, એ તો તારું નેચરલ ટેલેન્ટ છે.

આ વીડિયો પણ જુઓઃ

સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ બાબા રામદેવનું નિવેદન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન