તો 23 રને જ આઉટ હોત ધવન, અફઘાન ટીમને પોતાની ભૂલ પડી ભારે - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • તો 23 રને જ આઉટ હોત ધવન, અફઘાન ટીમને પોતાની ભૂલ પડી ભારે

તો 23 રને જ આઉટ હોત ધવન, અફઘાન ટીમને પોતાની ભૂલ પડી ભારે

 | 3:44 pm IST

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે એકમાત્ર ટેસ્ટ મેચ બેંગલુરૂનાં ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઇ રહી છે. આ મેચમાં ભારતની સ્થિતિ મજબૂત છે જેનો શ્રેય ભારતીય ઑપનર શિખર ધવનને જાય છે. શિખર ધવને 19 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 107 રન ફટકાર્યા હતા. ધવન પોતાની સદીથી ચુકી શકતો હતો પરંતુ અફઘાનિસ્તાનની ટીમની ભૂલને કારણે તે સદી કરી શક્યો હતો.

રમતની 9.5મી ઑવરમાં વફાદાર બોલિંગ કરી રહ્યો હતો. ધવન આ દરમિયાન 23 રન પર રમી રહ્યો હતો. સ્ટંપની બહાર જતી બૉલને શિખર ધવને રમવાની કોશિશ કરી હતી અને બૉલ સીધી વિકેટકીપર અફસર જજાઈનાં હાથોમાં પહોંચી ગઈ હતી. કપ્તાન અસગર સ્ટૈનિક્જઈ દોડતો બોલર તરફ આવ્યો હતો અને DRS લેવા સાથે ખેલાડીઓને પુછ્યું, પરંતુ અફઘાની ખેલાડીઓ આ માટે શ્યોર નહતા. આ કારણે થર્ડ એમ્પાયરે નિર્ણય આપ્યો નહી. જો કે જ્યારે સ્ક્રીન પર રીપ્લે જોવામાં આવ્યુ ત્યારે બૉલ બેટને અડીને નીકળી ગઇ હતી જે જોઇને અફઘાનિસ્તાની ખેલાડીઓનાં ચહેરા પર હતાશા છવાઇ ગઇ હતી.

ધવને સદી ફટકારતા જ એક નવો કીર્તિમાન પોતાના નામે કર્યો છે. ભારત તરફથી ટેસ્ટનાં પ્રથમ સેશનમાં જ સદી કરનાર ધવન પ્રથમ ખેલાડી બની ગયો છે. ટેસ્ટમાં આવું કારનામું કરનાર ધવન સહિત 6 ખેલાડીઓ જ છે.