Shikhar Dhawan Was Seen In Team India's Practice Session
  • Home
  • Sports
  • Cricket
  • Video: ઇજાગ્રસ્ત હોવા છતા આગવા અંદાજમાં ટીમનાં પ્રેક્ટિસ સેશનમાં પહોંચ્યો ‘ગબ્બર’

Video: ઇજાગ્રસ્ત હોવા છતા આગવા અંદાજમાં ટીમનાં પ્રેક્ટિસ સેશનમાં પહોંચ્યો ‘ગબ્બર’

 | 7:31 pm IST

આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપમાં ગુરૂવારનાં રોજ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુકાબલો થવા જઇ રહ્યો છે. આ મુકાબલા પહેલા સૌથી વધારે ચર્ચામાં ભારતીય બેટ્સમેન શિખર ધવન રહ્યો છે. તે રવિવારનાં ઑસ્ટ્રેલિયાની સામે પોતાના હાથનાં અંગૂઠા પર ઇજા કરી બેઠો હતો અને તે રમવાની સ્થિતિમાં નથી. ડૉક્ટરે તેને ઓછામાં ઓછા 10થી 12 દિવસ સુધી ક્રિકેટથી દૂર રહેવા કહ્યું છે, તેમ છતા તે ટીમ સાથે છે.

અંતિમ નિર્ણય 10-12 દિવસ બાદ લેવામાં આવશે

શિખર ધવનનાં અંગૂઠાનું મંગળવારનાં સ્કેન કરવામાં આવ્યું હતુ. સ્કેનમાં હેયરલાઇન ફ્રેક્ચર સામે આવ્યું છે. બેટિંગ કૉચ સંજય બાંગરનાં જણાવ્યા પ્રમાણે તેના રમવા અથવા ના રમવા પર અંતિમ નિર્ણય 10-12 દિવસ બાદ લેવામાં આવશે. એટલે કે એ નક્કી છે કે તે ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સામે નહીં રમે. પોતાના મસ્તમૌલા સ્વભાવ માટે જાણીતા શિખર ધવને ઇજા છતા ટીમ ઇન્ડિયાનાં પ્રેક્ટિસ સેશનમાં જોવા મળ્યો હતો.

 ધવને આ પહેલા રાહત ઇન્દૌરીની એક શાયરી ટ્વિટર પર પોસ્ટ કરી હતી

ટીમ ઇન્ડિયાએ બુધવારનાં નૉટિંઘમમાં નેટ પ્રેક્ટિસ કરી. ધવન પ્રેક્ટિસ દરમિયાન સાથી ખેલાડીઓ સાથે જોવા મળ્યો હતો. તેણે પ્રેક્ટિસ કરી નહોતી, પરંતુ સાથી ખેલાડીઓને બૉલ ઉઠાવીને આપતો જોવા મળ્યો હતો. શિખર ધવને આ પહેલા રાહત ઇન્દૌરીની એક શાયરી ટ્વિટર પર પોસ્ટ કરી હતી. તેના માટે હજુ ટૂર્નામેન્ટ પુરી નથી થઈ અને તે પુનરાગમન કરવા પ્રતિબદ્ધ છે. 33 વર્ષિય ધવને લખ્યું કે, ‘કભી મહક કી તરહ હમ ગુલોં સે ઉડતે હૈ, કભી ધુએં કી તરહ હમ પર્વતોં સે ઉડતે હૈ, યે કૈંચિયા હમે ઉડને સે ખાક રોકેગી, કિ હમ પૈરોં સે નહીં હોંસલોં સે ઉડતે હૈં.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન