Shikhar Dhawan's daughter is taking dance class from hit-man, video viral
  • Home
  • Sports
  • Cricket
  • શિખર ધવનની પુત્રી પાસેથી ડાન્સ ક્લાસ લઇ રહ્યો છે હિટ-મેન, વીડિયો વાયરલ

શિખર ધવનની પુત્રી પાસેથી ડાન્સ ક્લાસ લઇ રહ્યો છે હિટ-મેન, વીડિયો વાયરલ

 | 8:09 am IST

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભલે ભારત પહેલી મેચ હારી ગયું હોય પરંતુ આ મેચમાં ટીમમાં હીટ મેને જોરદાર ઇનિંગ્સ રીમી. મેચ બાદ ટ્વિટર પર લોકોએ તેના ખૂબ વખાણ કર્યા છે. સોશિયલ મીડિયા પર હવે રોહિત શર્માનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમા તે ડાન્સ કરતા નજરે પડી રહ્યો છે.

આ વીડિયોમાં રોહિત શર્માની સામે શિખર ધવનની નાની છોકરી રિયા ઉભી છે. રિયા ફ્લૉસ ડાન્સના સ્ટેપ રોહિત શર્માને શીખવાડતી નજરે પડી રહી છે. રોહિત શર્મા રિયાના ડાન્સને કોપી કરવાની કોશિશ કરે છે. પરંતુ તે નાકામયાબ રહે છે અને આખરે હાર માની લે છે. રોહિત શર્મા પાછળ હટી જાય છે તો કેદાર જાધવ પણ સામે આવ્યો પરતું તે પણ આ ડાન્સ કરી શક્યા નહીં.


રોહિત શર્માના ડાન્સના આ વીડિયોને બીસીસીઆઇએ તેમના ટ્વિટર હેન્ડલથી શેર કર્યો છે. એરપોર્ટ પર કેદાર જાધવે તેની ડાન્સિંગ સ્કિલ્સ બતાવીને ટીમનો ઉત્સાહ વધારી દીધો છે. તેમણે બ્રેક ડાન્સ કર્યો. ડાન્સ કરતા તે રોહિત શર્મા પાસે પણ ગયા. જાધવના આ ડાન્સ મૂવને ભારતીય ક્રિકેટ ટીમન અધિકારિક ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરવામાં આવ્યો છે. જેમા ખેલાડી જોલી મૂડમાં દેખાઇ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન