Shilpa shetty coming back on silver screen all set in 2020
  • Home
  • Entertainment
  • Bollywood
  • બોલિવુડ એકટ્રેસ શિલ્પા શેટ્ટીએ કરી ચોખવટ 13 વર્ષ આ કારણે ફિલ્મોથી રહી દૂર

બોલિવુડ એકટ્રેસ શિલ્પા શેટ્ટીએ કરી ચોખવટ 13 વર્ષ આ કારણે ફિલ્મોથી રહી દૂર

 | 9:21 am IST

બોલિવુડ એકટ્રેસ શિલ્પા શેટ્ટી એકવાર ફરી સિલ્વર સ્ક્રીન પર પરત ફરી રહી છે. 13 વર્ષ સુધી ફિલ્મથી દૂર રહેનાર આ ખુબસુરત અભિનેત્રી હવે સબ્બીર ખાનની ફિલ્મ નિકમ્માથી ફરી કમાલ કરવા મોટી સ્ક્રીન પર આવી રહી છે. આ પહેલા શિલ્પા શેટ્ટી 2007માં ફિલ્મ લાઈફ ઇન એ મેટ્રોમાં જોવા મળી હતી.

ફિલ્મી ક્ષેત્રે 13 વર્ષથી દૂર રહેવા અંગે શિલ્પાએ ખુલાસો કરતા કહ્યું કે હું આજે પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો એક ભાગ છુ. હું જ્યાં પણ રહું હંમેશા ફિલ્મો મારા માટે મહત્વપૂર્ણ રહેશે. જ્યારે જ્યારે તમે લાઈમલાઈટને યાદ કરો તમે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને મિસ કરો.

ઝળહળતી સફળતા અને નામના મળ્યા પછી અચાનક તમને લાગવા લાગે કે લોકો હવે તમને ભૂલી રહ્યા છે. મને આવું ક્યારેય નથી થયુ કેમકે હું સતત ટીવી સ્ક્રિન પર તો છવાયેલી જ હતી ભલે ફિલ્મોથી દૂર રહી. મે મારી ઇચ્છાથી ફિલ્મોથી દુર રહેવાનું પસંદ કર્યુ હતુ અને આ વાતનો મને કોઈ પસ્તાવો પણ નથી.

પોતાની ફિલ્મી સફર પર શિલ્પાએ કહ્યું કે એક્ટર બનવુ મારા માટે એક ચાન્સ હતો. હું માત્ર 15 વર્ષની હતી એક ઇવેન્ટમાં ભાગ લેવા ગઈ હતી અને મને અચાનક કામ મળ્યુ હતુ આ માત્ર કિસ્મતના કારણે જ શક્ય છે.

શિલ્પાએ કહ્યુ કે હવે તેનો પુત્ર મોટો થઈ ચુક્યો છે હવે ફરીથી તે થોડો સમય ફિલ્મને ફાળવી શકે તેમ છે આથી હવે ફરીથી તે ફિલ્મોમાં કામ કરશે. લાંબા શિડ્યુલ અને કામ માટે એકવાર ફરીથી તે તૈયાર છે.

શિલ્પાએ બોલિવુડમાં કેટલીયે સફળ ફિલ્મો આપી છે. ધડકન ફિલ્મમાં અંજલીનું પાત્ર આજે પણ દર્શકો ભૂલ્યા નથી. આ ફિલ્મના ક્લાઇમેક્સને બદલવામાં આવ્યો છે પહેલા આ ફિલ્મનો ક્લાઈમેક્સ કંઈક અલગ જ હતો જો કે હેપ્પી એન્ડીગ માટે ફિલ્મની કથામાં ફેરફાર કરવામાં આવ્યા.

રાજ કુન્દ્રા સાથે લગ્ન કરી સેટ થયા પછી શિલ્પા શેટ્ટી તેની સાથી અભિનેત્રીઓ જેવીકે ઐશ્વર્યા, કાજોલ, રાની મુખર્જીની જેમ ફરીથી બોલિવુડમાં કામ કરવા તૈયાર છે.

આ વીડિયો જુઓ: અયોધ્યાનગરી સરયુ નદીના કિનારે ભવ્ય આરતી કરવામાં આવી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન