shilpa shetty asked raj kundra man speaks truth after drinking video iral
  • Home
  • Featured
  • શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાનો મજેદાર વીડિયો વાયરલ, શિલ્પાએ કહ્યું-દારુ પીધા પછી લોકો…

શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાનો મજેદાર વીડિયો વાયરલ, શિલ્પાએ કહ્યું-દારુ પીધા પછી લોકો…

 | 3:54 pm IST

બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયા પર ભારે એક્ટિવ રહે છે. તે ઘણીવાર તેની ઇવેન્ટ્સ વીડિયો ફેન્સ સાથે શેર કરે છે. તેનો એક વીડિયો ફરીથી ઇન્ટરનેટ પર જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં શિલ્પા શેટ્ટી સાથે તેના પતિ રાજ કુંદ્રા પણ જોવા મળી રહ્યાં છે. આ વીડિયોમાં બંને રમૂજી કૃત્ય કરી રહ્યાં છે, જેને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયોમાં શિલ્પા શેટ્ટી રાજ કુંદ્રાને કહી રહી છે કે દારૂ પીને માણસ ખરેખર સાચુ બોલે છે શું?

વીડિયોમાં શિલ્પા શેટ્ટી કહે છે, “તું કે મને કે દારુ પીને માણસ સાચું બોલે છે.” તો રાજ કહે છે કે, “હા, કેમ શું થયું?. આ પછી શિલ્પા કહે છે, “ઠીક છે, તો આજે તું ખૂબ દારૂ પી. મારે આજે તને ઘણા સવાલ કરવા છે. શિલ્પા અને રાજના આ મજેદાર વીડિયો પર ફેન્સ ઘણી ટિપ્પણી કરી રહ્યા છે અને તેનો પ્રતિસાદ આપી રહ્યા છે. તો જુઓ આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન