પતિ સાથે ડિનર પર શિલ્પા, મેન્યુ જોઇને આવી જશે મોઢામાં પાણી - Sandesh
  • Home
  • Photo Gallery
  • પતિ સાથે ડિનર પર શિલ્પા, મેન્યુ જોઇને આવી જશે મોઢામાં પાણી

પતિ સાથે ડિનર પર શિલ્પા, મેન્યુ જોઇને આવી જશે મોઢામાં પાણી

 | 1:32 pm IST

બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી પોતાની ફિટનેસ માટે જાણીતી છે. વર્કઆઉટ, યોગા અને હેલ્દી ફૂડ તેની વિશ લિસ્ટમાં સૌથી પ્રથમ હોય છે. 42 વર્ષની ઉંમરમાં પણ શિલ્પા શેટ્ટી ઘણી જ યંગ અને ગ્લેમરસ લાગે છે. શિલ્પા પોતાના પતિ રાજ કુંદ્રા સાથે ફૂડી ડેટ પર ગઇ હતી. હંમેશા હેલ્દી ફૂડ ખાનારી શિલ્પાની આ ડેટ ‘ચીટ મીલ’ની હતી, પરંતુ તેનું ચીટ મીલ પણ હેલ્દી ડાયટથી ઓછું નહોતું. શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાએ પોતાના ડિનર ડેટનું મેન્યુની તસવીર ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. આ જોઇને તમારા મોઢામાં પણ પાણી આવી શકે છે.

અભિનેત્રીનાં મેન્યુમાં હેલ્દી પિઝ્ઝા જોવા મળ્યા હતા. જેમાં ચીઝની ટૉપિંગ્સ, ફ્રેશ ગ્રીન સલાડ, બદામ, ચીકન, ચેરી અને ટમેટા જોવા મળ્યા હતા. શિલ્પાનું ડાયટ પ્લાન અને ભોજન ફેન્સને ઘણું જ ઇમ્પ્રેસ કરતું હોય છે. ફૂડ લવર્સ શિલ્પાની હેલ્દી રેસિપીસને પણ પસંદ કરે છે. શિલ્પાને જમવાનું બનાવવાનો પણ શોખ છે. થોડાક સમય પહેલા શિલ્પાએ કોલંબોમાં ધર્નશન મુનિડાસા શેફ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘ક્રેબ’ એટલે કે કરચલાની ડિશની પણ તસવીર શેર કરી હતી. શિલ્પાએ તેને ટેસ્ટી અને બેસ્ટ સીફૂડ ગણાવ્યું હતું.