shilpa shetty reaction on become mother i am trying for this last 5 years
  • Home
  • Entertainment
  • Bollywood
  • બીજી વખત માતા બન્યા બાદ શિલ્પાનો ધડાકો, ‘હું અને રાજ આટલા વર્ષોથી ટ્રાય કરતાં’તા પણ…’

બીજી વખત માતા બન્યા બાદ શિલ્પાનો ધડાકો, ‘હું અને રાજ આટલા વર્ષોથી ટ્રાય કરતાં’તા પણ…’

 | 7:52 am IST

શિલ્પા શેટ્ટી હાલમાં સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચાઈ રહી છે. એનું કારણ છે માતા બનવાનું. ફરી એક વખત માતા બનતા શિલ્પા શેટ્ટીની ખુશીનો કોઈ પાર નથી. કુદ્રા પરિવારમાં પણ અનેરો માહોલ છે. પરંતુ આ બીજા બાળકને લઈ શિપ્લાએ એક ઇન્ટરવ્યૂમાં નવો જ ખુલાસો કર્યો છે. શિલ્પાએ આ વાત ખોલી કે, રાજ અને શિલ્પા છેલ્લા 5 વર્ષથી બીજા બાળક માટે ટ્રાય કરી રહ્યા હતા.

આ ખુલાસાના સાથે જ શિલ્પાએ એક નવી વાત પણ શેર કરી છે. શિલ્પાએ દિકરીના નામ વિશે જણાવ્યુ કે, તેણે હંમેશાથી એક દિકરી જોઇતી હતી, જ્યારે તે 21 વર્ષની હતી ત્યારથી દિકરીનું નામ સમીશા વિચારી લીધું છે. જ્યારે મેં નિકમ્મા સાઇન કરી અને હંગામા કરવાનું નક્કી કર્યું ત્યારે મને ખબર પડી કે, હું અને રાજ ફરી વખત માતા-પિતા બનવાનાં છીએ. તો મેં અને રાજએ ફેબ્રુઆરી માટે અમારો વર્ક શેડ્યૂલ પૂરો કરી દીધો.”

એ સિવાય શિલ્પાએ કહ્યું કે, ફેબ્રુઆરીમાં લાંબો બ્રેક આપતા કે, હું કામ પૂરુ કરી શકુ. આ માટે મારી ટીમે પણ ખૂબ જ મદદ કરી છે એનો પણ આભાર વ્યક્ત કરૂ છું. શિલ્પા શેટ્ટીએ દિકરીની નામનો અર્થ જણાવતા કહ્યું કે, ‘સમીશામાં સનો સંસ્કૃતિમાં અર્થ થાય છે હોવુ. મિશાનો રશિયન ભાષામાં અર્થ થાય છે ઇશ્વર જેવું. તું અમારા ઘરમાં લક્ષ્મી બનીને આવી છે. અમારો પરિવાર પૂરો થયો

આ વીડિયો પણ જુઓ: છોટાઉદેપુરમાં બસમાં પરિણીતા પર ડ્રાઈવરે કર્યું દુષ્કર્મ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન