shilpa shetty fitness icon of Bollywood birthday special fitness tips
  • Home
  • Featured
  • Photos: શિલ્પા શેટ્ટી પોતાને નહોતી માનતી ખુબસુરત, આજે છે સુંદરતાની મિસાલ

Photos: શિલ્પા શેટ્ટી પોતાને નહોતી માનતી ખુબસુરત, આજે છે સુંદરતાની મિસાલ

 | 10:13 am IST

બાજીગર જેવી હિટ ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કરનાર એકટ્રેસ શિલ્પા શેટ્ટી આજે ફિલ્મ ઈંડસ્ટ્રીની ફીટનેસ આઈકોન છે. તેની પહેલી ફિલ્મને જોરદાર પ્રતિસાદ સાંપડ્યો હતો. એકટ્રેસને આ ફિલ્મ માટે બેસ્ટ સપોર્ટિગ એકટ્રેસનો એવોર્ડ મળ્યો છે. શિલ્પા શેટ્ટીની શરૂઆતની તસવીરો તમે આજે જોશો તો સમજી જશો કે શિલ્પાઓ પોતાની જાતને અપડેટ કરવા કેટલી મહેનત કરી છે.

શિલ્પાની જુની ફિલ્મો જોશો તો તમને સમજાશે કે શિલ્પાએ પોતાના લુક પર કેટલી મહેનત કરી છે. શિલ્પા પહેલા શ્યામવર્ણી હતી અને આજ કારણે તેને ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં પોતાનું સ્થાન જમાવવા ખુબજ મહેનત કરી હતી.

કેટલીક વાર તો શિલ્પાએ સર્જરી કરી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યુ છે. જો કે શિલ્પાએ ક્યારેય પ્લાસ્ટીક સર્જરી કરાવી હોવાની વાતને રદીઓ આપ્યો નથી. આજે શિલ્પાએ સફળતાના શિખરો સર કરી દીધા છે. 2009માં બિઝનેસમેન રાજકુંદ્રા સાથે લગ્ન કરી એક પુત્રની માતા બની ચુકી છે. આજે પણ શિલ્પાની સુંદરતા ભલભલી અભિનેત્રીઓને શરમાવે તેમ છે.

એક ઇન્ટરવ્યૂમાં શિલ્પાએ કહ્યુ હતુ કે હું મારી જાતને ક્યારેય ખુબસુરત માનતી નથી, મને નહોતુ લાગતુ કે હું એક એકટ્રેસ બની શકીશ. લગ્ન પહેલા શિલ્પા અને અક્ષય કુમાર વચ્ચે અફેરની ચર્ચાઓ છે. બન્નેની ફિલ્મ ‘મેં ખિલાડી તૂ અનાડી’માં પહેલી વાર આ જોડીએ એક સાથે કામ કર્યુ હતુ. તેમણે ઇન્સાફ, જાનવર ઓર ધડકનમાં કામ કર્યુ હતુ.

શિલ્પા એક ક્લાસિકલ ડાન્સર પણ છે. તેણે ભરતનાટ્યમની ટ્રેનિંગ લીધી છે. આ સિવાય શિલ્પા એક સારી ખેલાડી પણ રહી ચુકી છે. સ્કુલના દિવસોમાં તે વોલીબોલ ટીમની કેપ્ટન રહી ચુકી છે. અને કરાટામાં બ્લેક બેલ્ટ રહી ચુકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન