Shilpa Shetty Gave Gold Crown To Sai Baba
  • Home
  • Featured
  • Photos: શિલ્પા શેટ્ટીએ શિરડીમાં સાંઈ બાબાને ચઢાવ્યો સોનાનો મુકુટ, જોઇ લો તસવીરો

Photos: શિલ્પા શેટ્ટીએ શિરડીમાં સાંઈ બાબાને ચઢાવ્યો સોનાનો મુકુટ, જોઇ લો તસવીરો

 | 4:23 pm IST

તાજેતરમાં જ બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ શિરડી જઈને સાંઈ બાબાનાં દર્શન કર્યા હતા. તેની સાથે તેનો પતિ રાજ કુંદ્રા, દીકરો વિયાન, બહેન શમિતા શેટ્ટી અને માં સુનંદા શેટ્ટી પણ હાજર હતા. દરેકે સાંઈ બાબાનાં આશિર્વાદ લીધા હતા. અભિનેત્રીએ સાંઈ બાબાને સોનાનો મુકુટ પણ ચઢાવ્યો હતો. તસવીરમાં મંદિરનાં પંડિત એક્ટ્રેસ દ્વારા આપવામાં આવેલા સોનાનાં મુકુટને બાબાનાં માથા પર પહેરાવી રહ્યા છે.

ફૉટોમાં સાંઈ બાબાની પ્રાર્થના કરતી શિલ્પા શેટ્ટીની ફેમિલી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે શિલ્પાને સાંઈ બાબામાં ઘણી આસ્થા છે. શિલ્પાએ આ તસવીર પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. તેણે કેપ્શનમાં લખ્યું છે કે, ‘ધન્યવાદ સાંઈ દરેક ચીજ માટે. વિશ્વાસ અને ધીરજ રાખવાનું તમે મને શીખવ્યું છે. સાંઈ સમાધિનાં 100 વર્ષને સેલિબ્રેટ કરી રહી છું.’

ઉલ્લેખનીય છે કે શિલ્પા શેટ્ટી અત્યારે ફિલ્મોમાં જોવા મળતી નથી, પરંતુ તે ટીવી પર રિયાલિટી શૉ જજ કરતી જોવા મળતી હોય છે. તે ઘણા ડાન્સિંગ ટીવી શૉનો ભાગ રહી ચુકી છે.