shilpa shetty got excited and jumping to see apple tree video
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • Video : શિલ્પા શેટ્ટી સફરજનને જોઇને ઉછળી પડી, ખુશીથી બોલી બટેટાના ભાવે લઇલો આ ફળ

Video : શિલ્પા શેટ્ટી સફરજનને જોઇને ઉછળી પડી, ખુશીથી બોલી બટેટાના ભાવે લઇલો આ ફળ

 | 10:59 am IST
  • Share

શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) તેની આગામી ફિલ્મ હંગામા 2 (Hungama 2) ના શૂટિંગમાં વ્યસ્ત છે. અભિનેત્રી તેના ફોટા અને વીડિયો શેર કરી રહી છે. શિલ્પા શેટ્ટી મનાલી (Manali)માં તેની આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. શિલ્પા શેટ્ટીએ ફરી એક વીડિયો શેર કર્યો છે, જે ખૂબ જ સુંદર છે. આ વીડિયોમાં શિલ્પા સફરજન (Safarjan)ના ઝાડને જોઈને ખુશીથી ઉછળી રહી છે. શિલ્પાનો આ વીડિયો ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.

વીડિયોમાં સફરજનનું ઝાડ જોઇને શિલ્પા શેટ્ટી કહે છે, “એ ફોર એપ્પલ, બ ફોર બડા એપ્પલ સી ફોર છોટા એપ્પલ.અહીં મનાલીમાં તમને દરેક સાઇઝના એપ્પલ જોવા મળશે. આ ગુણવત્તાવાળા સફરજન મુંબઈમાં જોવા મળતા નથી. અહીં સફરજન બટેટાના ભાવે વેચાઇ રહ્યા છે.

જ્યારે પણ હું આ પ્રકારના ફળ જોઉં છું ત્યારે હું ખૂબ ઉત્સાહિત થઈ જાઉં છું. ” વીડિયોમાં શિલ્પા શેટ્ટી ઝાડ પરથી સફરજન ખાતી જોવા મળી રહી છે.

શિલ્પા શેટ્ટી ટૂંક સમયમાં ફરી એક વાર ‘હંગામા 2’ અને ‘નિકમ્મા’ દ્વારા ફરી એકવાર મોટા પડદા પર જોવા મળશે. ‘હંગામા 2’ નું ફર્સ્ટ લુક પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું છે.

ફિલ્મો સિવાય શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. તે ઘણીવાર સોશિયલ મીડિયા પર પણ ફીટનેસ સંબંધિત વસ્તુઓ શેર કરે છે. તો તમે પણ જુઓ શિલ્પાનો આ અનોખો અંદાજ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન