shilpa shetty husband raj kundra deletes all social media accounts
  • Home
  • Entertainment
  • Bollywood
  • શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાએ બનાવી લીધી સોશિયલ મીડિયાથી દૂરી

શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાએ બનાવી લીધી સોશિયલ મીડિયાથી દૂરી

 | 9:21 am IST
  • Share

  • રાજ કુન્દ્રાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર એકાઉન્ટ ડિલીટ કર્યા

  • રાજ પર અશ્લીલ ફિલ્મો બનાવવા અને એપ પર તેનો પ્રસાર કરવાનો આરોપ

પોર્નોગ્રાફી કેસમાં ફસાયેલા શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રાએ સોશિયલ મીડિયાને અલવિદા કહી દીધું છે. સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહેલા રાજ કુન્દ્રાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર એકાઉન્ટ ડિલીટ કરી દીધા છે.

લાખોમાં હતા ફોલોઅર્સ

15 ઓક્ટોબરે રાજે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટને પ્રાઇવેટ કરી દીધું હતું. ઇન્સ્ટાગ્રામ પર રાજના એકાઉન્ટનું નામ Raj Kundra 9 હતું અને તેના 10 લાખથી વધુ ફોલોઅર્સ હતા. તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર, રાજ ફની વીડિયો અને પરિવાર સાથે ફોટો પોસ્ટ શેર કરતો હતો. ઘણા વીડિયો તેણે પત્ની શિલ્પા શેટ્ટી સાથે મળીને બનાવ્યા હતા. રાજ કુન્દ્રાના ટ્વિટર પર સાત લાખથી વધુ ફોલોઅર્સ હતા. તેમના ટ્વિટર હેન્ડલનું નામ The Raj Kundra હતું.

જણાવી દઈએ કે, 19 જુલાઈની રાત્રે મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે રાજને અશ્લીલ ફિલ્મો બનાવવા અને એપ પર તેનો પ્રસાર કરવાના આરોપમાં ધરપકડ કરી હતી. પોલીસે આ કેસમાં લગભગ 1500 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં 43 લોકોના નિવેદન નોંધવામાં આવ્યા હતા. સાક્ષીઓમાં શિલ્પા શેટ્ટી અને અભિનેત્રી શર્લિન ચોપરા પણ સામેલ છે.

મુંબઈ કોર્ટ દ્વારા રાજ કુન્દ્રાના જામીન નામંજૂર કરવામાં આવ્યા બાદ, રાજે બોમ્બે હાઈકોર્ટમાં અપીલ કરી હતી, જે સુનાવણી બાદ ફગાવી દેવામાં આવી હતી. 21 સપ્ટેમ્બરના રોજ મુંબઈની અદાલતે 50,000 રૂપિયાની જામીન પર રાજના જામીન મંજૂર કર્યા હતા.

રાજ અને શિલ્પાએ શર્લિન ચોપરા વિરુદ્ધ 50 કરોડનો માનહાનિનો કેસ પણ દાખલ કર્યો છે. બંનેએ શર્લિન પર તેમના વિશે પાયાવિહોણી વાતો ફેલાવવાનો આરોપ લગાવ્યો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો