shilpa shared an emoional post to husband raj kundra birthday
  • Home
  • Entertainment
  • Bollywood
  • શિલ્પા શેટ્ટીએ રાજ કુન્દ્રાનાં બર્થ ડે પર એવું કારનામું કર્યું કે પતિને કહેવું પડ્યું ‘બસ કર….’

શિલ્પા શેટ્ટીએ રાજ કુન્દ્રાનાં બર્થ ડે પર એવું કારનામું કર્યું કે પતિને કહેવું પડ્યું ‘બસ કર….’

 | 6:24 pm IST

અક્ષય કુમારનો જન્મ દિવસ હતો ત્યારે જ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાનો પણ જન્મ દિવસ હતો. આ વખતે શિલ્પાએ પતિ રાજ કુન્દ્રાને એક ખાસ અંદાજમાં જન્મદિવસની શુભેચ્છાઓ આપી છે. કે જે જોઈને રાજ કુન્દ્રા પણ હરખમાં આવી ગયો હતો. શિલ્પા શેટ્ટીએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં રાજ સાથે તેની કેટલીય તસવીરો મ્યુઝિક સાથે એડિટ કરવામાં આવી છે.

આ વીડિયો સાથે શિલ્પાએ લખ્યું છે કે, “જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ મારા કુકી. તું મારા દિલનો રાજા છે. મારા સપનાનો રાજકુમાર છે અને મારા જીવનનો પ્રેમ છે. તું સૌથી સારો પિતા, દીકરો, ભાઈ અને પતિ છે. તને મેળવીને હું મને પોતાને ખુશનસીબ સમજું છું. મારા સુપરહીરો રાજને ઘણી બધી ખુશી, પ્રેમ, સફળતા અને સૌથી વધું સારું આરોગ્ય મુબારક.”

શિલ્પાની આ રોમેન્ટિક પોસ્ટ પર રાજ કુન્દ્રાએ પણ મજેદાર કોમેન્ટ કરી છે. રાજે લખ્યું, “આટલી સુંદર વિશ માટે દિલથી આભાર, બસ કપ પગલી રુલાયેગી ક્યા!” ઉલ્લેખનીય છે કે શિલ્પા અને રાજે 2009ના ફેબ્રુઆરી મહિનામાં સગાઈ કરી હતી. શિલ્પા સાથે રાજ આઇપીએલમાં રાજસ્થાન રૉયલ્સ ટીમના માલિક હતા. 2009ના નવેમ્બરમાં બન્નેના લગ્ન થયા. 2012માં શિલ્પા માતા બની. દીકરાનું નામ વિવાન છે. ફિલ્મો સાથે શિલ્પા ટીવી શોઝ પણ કરી રહી છે.

આ વીડિયો પણ જુઓ: વડોદરાની SSG હોસ્પિટલમાં આગ લાગી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન