Shilpa Shetty performed dance or troll in minutes of counting, Shame on you viral
  • Home
  • Featured
  • શિલ્પા શેટ્ટીએ કર્યો એવો ડાન્સ કે ગણતરીની મિનિટોમાં થઇ ટ્રોલ, પ્રશંસકોએ કહ્યું – ‘શરમ આવવી જોઇએ’

શિલ્પા શેટ્ટીએ કર્યો એવો ડાન્સ કે ગણતરીની મિનિટોમાં થઇ ટ્રોલ, પ્રશંસકોએ કહ્યું – ‘શરમ આવવી જોઇએ’

 | 10:56 am IST

બૉલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયામાં ટ્રોલ થઇ રહી છે. તેની ટ્રોલિંગનું કારણ છે આ એક વીડિયો.. લોકો તેને શરમ કરવા અને પૈસાની બરબાદી ન કરવા જેવી સલાહ આપી રહ્યા છે. શિલ્પા સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટિવ રહે છે. તે તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફથી જોડાયેલી તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. શિલ્પાએ બુધવારે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જે ખૂબ વાયરલ થઇ રહ્યો છે આ વાયરલ વીડિયો પર લોકો શિલ્પાને ટ્રોલ કરી રહ્યા છે.

આ વીડિયોમાં શિલ્પા કોઇ રેસ્ટોરન્ટ કે ક્લબમાં મસ્તીમાં ડાન્સ કરતી નજરે પડી રહી છે. વીડિયોમાં એવું પણ દેખાઇ રહ્યું છે કે જમીન પર તૂટેલી ખાવાની ડિશ પડી છે. ડાન્સ કરનારા લોકો પ્લેટ્સ તોડી એન્જોય કરી રહ્યા છે. વીડિયોમાં શિલ્પા પણ પ્લેટ્સ તોડતી નજરે પડી રહી છે. આ વીડિયોને પોસ્ટ કરતા શિલ્પા શેટ્ટીએ કેપ્શનમાં લખ્યું છે કે પ્લેટ તોડો અને ધોવાથી બચાવો. ખૂબ મજા કરી,. પ્લેટ તોડવી અને સાથે ડાન્સ કરવું એક મજેદાક કોન્સેપ્ટ છે. આ રીતે પ્લેટ્સ તોડતા જોઇ ફેન્સ ભડકી ગયા છે અને તેને ટ્રોલ કરવા લાગ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન