shilpa shetty reaction when crime branch came for interrogation
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • પોર્નગ્રાફી કેસ: રાજને જોઇને ભડકી હતી શિલ્પા શેટ્ટી, રડતા રડતા કહેવા લાગી બદનામ કરી દીધી

પોર્નગ્રાફી કેસ: રાજને જોઇને ભડકી હતી શિલ્પા શેટ્ટી, રડતા રડતા કહેવા લાગી બદનામ કરી દીધી

 | 11:43 am IST
  • Share

પોર્નગ્રાફી કેસ રાજ કુંદ્રાની સમસ્યાઓ અટકવાનું નામ નથી લેતી. તેની વોટ્સએપ ચેટ્સ, ફોન કોલ્સ, પ્રત્યક્ષ સાક્ષીઓના નિવેદનો આ રહસ્યનો ખુલાસો કરી રહ્યા છે. 23 જુલાઇના રોજ આ જ કેસમાં રાજની પત્ની અભિનેત્રી શિલ્પા શેટ્ટીની પૂછપરછ કરવામાં આવી હતી.

ક્રાઈમ બ્રાંચ શિલ્પાના ઘરે ગઈ હતી અને તેને રાજની અશ્લીલ સામગ્રી બનાવવા અને એપ્લિકેશન પર અપલોડ કરવાથી સંબંધિત પ્રશ્નો પૂછ્યા હતા. પરંતુ તે દિવસે જ્યારે ક્રાઇમ બ્રાંચ તેની સાથે રાજ સાથે શિલ્પાના ઘરે પહોંચી હતી, ત્યારે જાણો કે અભિનેત્રીનું કેવુ રિએક્શન હતુ.

શુક્રવારે, 23 જુલાઈએ ક્રાઇમ બ્રાંચ જુહુમાં શિલ્પાના ઘરે પહોંચી ત્યારે રાજને જોઇને શિલ્પા ગુસ્સે થઈ ગઈ. તે રાજને બૂમ પાડીને કહેવા લાગી હતી કે આ કેસથી પરિવારમાં બદનામી થઇ છે, ઘણા કરારો વ્યવસાયિક સોદા હાથમાંથી નીકળી ગયા છે.

શિલ્પાની છ કલાક પૂછપરછ કરવામાં આવી હતી અને તેનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. ક્રાઇમ બ્રાંચના વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, ‘આ મામલે શિલ્પા શેટ્ટીની કોઈ ભૂમિકા નથી. હજી સુધી આ કેસમાં તેની સંડોવણી મળી નથી. તેથી અમે તેને ફરીથી કોઈ પ્રશ્નો પૂછવા જઈશું નહીં.

રાજની ધરપકડ બાદ શિલ્પા ખૂબ તૂટી ગઈ હતી. તેનો ગુસ્સો, હેરાની, ગભરાહટ બધુ જ રાજને જોઈને બહાર આવ્યા. તે દિવસે રાજને જોતાં જ શિલ્પાનો પીતો ગયો તે અકળાઇ ઉઠી. ખૂબ રડી અને રાજ પર તાડુકી ઉઠી. શિલ્પાએ રાજને કહ્યું કે તેણે આ બધું કેમ કર્યું.શિલ્પાએ કહ્યું કે, પરિવારની બદનામી ઉપરાંત હવે ઘણા વ્યવસાયિક સોદા રદ કરવામાં આવ્યા છે. આ દરમિયાન રાજ શિલ્પા સાથે વાત કરતો જોવા મળ્યો હતો.

રાજે શિલ્પાને શાંત રહેવા કહ્યુ અને પોતાને નિર્દોષ હોવાનો દાવો કર્યો હતો રાજ સતત કહેતો હતો કે તેની સામે આ કેસ કરવાનો કોઈ આધાર નથી. રાજે કહ્યું કે તેણે પોર્ન નહીં પણ એરોટિકા મૂવીઝ બનાવી છે.

પૂછપરછ કરતા પહેલા શિલ્પા રાજ પર ગુસ્સે ભરાઈ હતી, પરંતુ બાદમાં શિલ્પા શાંત થઇ હતી અને પતિનો પક્ષ લીધો અને કહ્યું કે રાજ પોર્ન કન્ટેન્ટ બનાવતો નથી. શિલ્પાએ જણાવ્યું હતું કે તેને HotShots એપ સાથે કોઇ લેવા દેવા નથી. એમ પણ કહ્યું કે પોર્ન અને એરોટિકા બંને અલગ વસ્તુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન