યોગ દિવસે શિલ્પા શેટ્ટીએ કરી બતાવ્યુ મુશ્કેલમાં મુશ્કેલ આસન Video - Sandesh
NIFTY 10,548.70 +20.35  |  SENSEX 34,395.06 +89.63  |  USD 65.6425 +0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • યોગ દિવસે શિલ્પા શેટ્ટીએ કરી બતાવ્યુ મુશ્કેલમાં મુશ્કેલ આસન Video

યોગ દિવસે શિલ્પા શેટ્ટીએ કરી બતાવ્યુ મુશ્કેલમાં મુશ્કેલ આસન Video

 | 12:58 pm IST

નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન બનતા જ જ્યારે સંયુકત રાષ્ટ્રમાં ગયા હતા, ત્યારે તેમણે યોગ દિવસનો પ્રસ્તાવ મૂકયો હતો. તેના લીધે આજે આખી દુનિયા યોગ કરી રહ્યું છે અને આજે ત્રીજો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવી રહ્યાં છે. પીએમથી લઇ બોલિવૂડ સેલિબ્રિટી સુધી આજે યોગા કરતા નજર આવ્યા છે. બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી દરરોજ યોગા કરે છે અને પોતાની ફીટનેસનું ધ્યાન રાખે છે. આજે ઇન્ટરનેશનલ યોદા ડે પર શિલ્પા શેટ્ટીએ એક વીડિયો શેર કર્યો છે.

આ વીડિયોમાં શિલ્પાએ પોતાના પ્રશંસકોને બકાસન કરવાની રીત બતાવી છે. શિલ્પાએ આ વીડિયો સાથે લોકોને એમ પણ જણાવ્યુ છે કે, આ આસન કરવામાં ખુબ જ મહેનત અને પ્રેક્ટિસ કરવી પડે છે. શિલ્પાએ આ અવસરે પ્રશંસકોને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભેચ્છા પણ પાઠવી હતી.

નોંધનીય છે કે, ગત વર્ષે શિલ્પા શેટ્ટી અને બાબા રામદેવનો યોગા કરતો વીડિયો વાઇરલ થયો હતો. શિલ્પા શેટ્ટીએ પોતાની યોગ સીડી પણ લોન્ચ કરી છે.