Shilpa Shetty shared a video of Navratri Puja with her children
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • શિલ્પા શેટ્ટીએ તેના બાળકો સાથેનો નવરાત્રિ પૂજાનો વીડિયો શેર કર્યો

શિલ્પા શેટ્ટીએ તેના બાળકો સાથેનો નવરાત્રિ પૂજાનો વીડિયો શેર કર્યો

 | 6:33 am IST
  • Share

  • શિલ્પાએ પોસ્ટ કરેલા વીડિયોમાં પતિ રાજ કુંદ્રા ક્યાંય જોવા ન મળ્યો
  •  નવરાત્રિના પ્રસંગે શિલ્પાએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે 
  • શિલ્પાની સાથે તેનો દીકરો વિયાન, દીકરી સમિશા અને કેટલાક સ્ટાફ મેમ્બર્સ જોવા મળ્યા

શિલ્પા શેટ્ટી જેટલી મોર્ડન છે એટલી ધાર્મિક પણ છે. દિવાળી હોય કે હોળી કે પછી અન્ય કોઈ તહેવાર શિલ્પા તેને હંમેશાં નિષ્ઠા અને ધૂમધામથી મનાવે છે. હવે નવરાત્રિના પ્રસંગે શિલ્પાએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે બાળકોની સાથે પૂજા કરતી જોવા મળી રહી છે.

વીડિયોમાં શિલ્પાની સાથે તેનો દીકરો વિયાન, દીકરી સમિશા અને કેટલાક સ્ટાફ મેમ્બર્સ જોવા મળી રહ્યા છે પરંતુ નોંધવા જેવી વાત એ છે કે, આ વીડિયોમાં શિલ્પાનો પતિ રાજ કુંદ્રા ક્યાંય જોવા મળ્યો નહોતો. વીડિયોમાં જોઈ શકાય છે કે શિલ્પા અને વિયાન ઘરમાં દુર્ગા માતાની આરતી કરી રહ્યા છે અને ત્યાં બાજુમાં સમિશા રમી રહી છે અને તમામ સ્ટાફ હાથ જોડીને ઊભો છે.

પૂજા દરમિયાન શિલ્પા અને વિયાને ઓરેન્જ રંગના કપડાં પહેર્યા છે અને સમિશાએ ઓરેન્જ અને વ્હાઇટ રંગનું ફ્રોક પહેર્યું છે. વીડિયોમાં માતાજીની આરતી અને તમામ શ્લોક દીકરો વિયાન મોઢે બોલી રહ્યો છે તે જોઈને લોકો તેના ખૂબ વખાણ કરી રહ્યા છે અને દીકરા વિયાનને શાબાશી આપી રહ્યા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો