Shilpa shetty surrogacy parents become mothers of daughter
  • Home
  • Entertainment
  • Bollywood
  • શિલ્પા શેટ્ટી રાતોરાત બની ગઇ દીકરીની માતા, તસવીર શેર કરી આપ્યા સમાચાર

શિલ્પા શેટ્ટી રાતોરાત બની ગઇ દીકરીની માતા, તસવીર શેર કરી આપ્યા સમાચાર

 | 1:52 pm IST

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ખુશખબર આવી છે. શિલ્પા 44ની ઉંમરમાં બીજી વખત માતા બની છે. અભિનેત્રીએ પોતે પ્રશંસકોને આ જાણકારી પોસ્ટ કરી આપી છે. શિલ્પાના ઘરે આવેલ આ નાનકડી પરીનો જન્મ 15 ફેબ્રુઆરી 2020ના રોજ થયો હતો.

શિલ્પા બીજી વખત સરોગેસી દ્વારા માતા બની છે. શિલ્પાએ પોતાની દીકરાના જન્મની જાણકારી ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર પોસ્ટ કરીને આપી છે. શિલ્પાએ દીકરનું નામ સમીશા રાખ્યુ છે. ઇન્સ્ટાગ્રામ પર આ તસવીરમાં શિલ્પા દીકરીએ હાથ પકડેલ છે. પોસ્ટમાં શિલ્પાએ લખ્યુ,”ઓમ ગણેશાય નમ:, અમારી પ્રાર્થનાનો જવાબ મળી ગયો છે. એ વાતની જાણકારી આપતા ખુશી થઇ રહી છે કે, નાનકડી પરી અમારા ઘરમા આવી છે. સમીશા શેટ્ટી કુંન્દ્રા. સમીશાએ 15 ફેબ્રુઆરી 2020ના રોજ જન્મ લીધો. ઘરમાં જૂનિયર SSK આવી ગઇ છે.”

View this post on Instagram

|| Om Shri Ganeshaya Namah || Our prayers have been answered with a miracle… With gratitude in our hearts, we are thrilled to announce the arrival of our little Angel, ???????? ?????? ??????? Born: February 15, 2020 Junior SSK in the house? ‘Sa’ in Sanskrit is “to have”, and ‘Misha’ in Russian stands for “someone like God”. You personify this name – our Goddess Laxmi, and complete our family. ⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀ ⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀ ⠀⠀⠀⠀⠀⠀ ~ Please bestow our angel with all your love and blessings??❤ ~ Ecstatic parents: Raj and Shilpa Shetty Kundra Overjoyed brother: Viaan-Raj Kundra . . . . . . . . . #SamishaShettyKundra? #gratitude #blessed #MahaShivratri #daughter #family #love

A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) on

પોસ્ટમાં શિલ્પાએ દીકરીના નામનો મતલબ પણ સમજાવ્યો છે. શિલ્પાએ પોસ્ટમાં લખ્યુ-‘સા સંસ્કૃતનો શબ્દ છે જેનો મતલબ ‘ટૂ હૈવ’ થાય છે અને મિષા રશિયન શબ્દ છે. જેનો અર્થ થાય છે ‘કોઇ જે ભગવાન માફક હોય’. એચલે કે અમારી દેવી લક્ષ્મી, જેને અમારા પરિવારને પૂર્ણ કર્યો. અમારી દીકરીને તમારો પ્રેમ અને આશિર્દાવ આપો.’

તમને જણાવી દઇએ કે, શિલ્પા શેટ્ટીનો એક પુત્ર પણ છે. નિયાનની ઉંમર સાત વર્ષ છે. વિયાન સાથે હંમેસા શિલ્પા સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરતી રહે છે. આ સાથે જ તે ગણી વખત પુત્ર સાથે પાર્ટી કરતી પણ નજર આવતી રહે છે. શિલ્પા શેટ્ટીએ રાજ કુંદ્રા સાથે 22 નવેમ્બર 2009ના રોજ લગ્ન કર્યા હતા. લગ્ન કર્યા બાદથી જ શિલ્પા ફિલ્મોમાં ખુબ જ ઓછી નજર આવે છે.

બોલિવૂડથી 13 વર્ષ દૂર રહ્યા બાદ શિલ્પા ફરીથી કમબેક કરવા જઇ રહી છે. શિલ્પાની કમબૈક ફિલ્મનું નામ ‘નિકમ્મા’ છે. ‘નિકમ્મા’ ફિલ્મ આ વર્ષે જૂનમાં રિલીઝ થશે. આ સિવાય શિલ્પા પાસે વધુ એક ફિલ્મ છે જેનું નામ ‘હંગામા-2’ છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન