shilpa shetty throw party for birth of her daughter samisha shetty kundra
  • Home
  • Featured
  • Photos: પુત્રી સમીશાના આગમનની શિલ્પા શેટ્ટીએ આપી શાનદાર પાર્ટી, ખુશખુશાલ થયો પરિવાર

Photos: પુત્રી સમીશાના આગમનની શિલ્પા શેટ્ટીએ આપી શાનદાર પાર્ટી, ખુશખુશાલ થયો પરિવાર

 | 1:23 pm IST

શિલ્પા શેટ્ટીના ઘરે નાનકડી પરી આવતા તેની ખુશીમાં શાનદાર પાર્ટી આપી છે. શિલ્પાએ આ જાણકારી સોશિયલ મીડિયા પર આપી હતી. શિલ્પાએ પોતાની પુત્રીનું નામ સમીશા શેટ્ટી કુંદ્રા રાખ્યું છે. શિલ્પાની આ પુત્રી સરોગસીથી થઈ છે. શિલ્પા અને રાજે આ તમામ માહિતી છેલ્લે સુધી છુપાવી રાખી હતી.

પુત્રીનો જન્મ થયા પછી અચાનક આ ખુશખુબરી આપી સૌને ચોંકાવી દીધા હતા. પુત્રીના જન્મ પર શિલ્પાએ શાનદાર પાર્ટી આપી છે. આ પાર્ટીમાં કેટલાક ખાસ દોસ્ત અને સંબંધીઓ આવી પહોંચ્યા હતા. શિલ્પાની દોસ્ત અને આકાંક્ષા મલ્હોત્રાએ કેટલીક તસવીરો શેર કરી છે. પાર્ટીમાં તમામ લોકોએ ખુબજ એન્જોય કર્યુ હતુ.

તસવીરોમાં સમીશાની કેક નજર આવી રહી છે. મહાશિવરાત્રીએ શિલ્પાએ સોશિયલ મીડિયા પર પુત્રીની તસવીરો શેર કરી હતી જેમાં માત્ર તેની લાડલીનો હાથ દેખાઈ રહ્યો છે. એકટ્રેસે કહ્યું કે બીજી વખત માતા બનવાનું તેના માટે ખુશીઓ લઈને આવ્યું છે. સમીશાનો જન્મ 15 ફેબ્રુઆરી 2020ના થયો છે. તેના જન્મની ખબર શિલ્પાએ શિવરાત્રિ પર આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન