Shilpa Shetty's bodyguard Ravi wins hearts as husband Raj Kundra returns home
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • સલમાન ખાનના શેરાને તો બધા ઓળખે છે, પરંતુ આ વીડિયો બાદ ફેમસ થયો રાજ કુન્દ્રાનો બોડીગાર્ડ

સલમાન ખાનના શેરાને તો બધા ઓળખે છે, પરંતુ આ વીડિયો બાદ ફેમસ થયો રાજ કુન્દ્રાનો બોડીગાર્ડ

 | 6:48 pm IST
  • Share

શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાને હાલમાં જ કોર્ટમાંથી જામીન મળ્યા છે. પોર્નોગ્રાફી કેસમાં ફસાયેલા રાજ કુન્દ્રા લાંબા સમયથી જેલમાં હતા, પરંતુ તાજેતરમાં જ્યારે બિઝનેસમેનને કોર્ટમાંથી જામીન પર મુક્ત કરવામાં આવ્યા ત્યારે તેઓ લગભગ બે મહિના પછી તેમના પરિવારને મળ્યા. આ પછી, પતિ-પત્ની અને પિતા-પુત્રનો લગાવ તો જોવા મળ્યો, પરંતુ સાથે જ એક બોડીગાર્ડનો તેના માલિક પ્રત્યે લગાવ પણ જોવા મળ્યો.

જ્યારે રાજ કુન્દ્રા કાળા રંગની મર્સિડીઝમાં તેના જુહુ બંગલા પર પહોંચ્યા ત્યારે શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાના બોડીગાર્ડ રવિ તેમની કારની આગળ હીરોની જેમ દોડતા જોવા મળ્યા હતા. રાજ કુન્દ્રાના રક્ષણ માટે રવિ સતત પરેશાન હતો અને અહીં અને દોડતો જોવા મળ્યો અને તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Pap (@bollywoodpap)

પોતાના કામ અને માલિક પ્રત્યે વફાદારી બતાવીને બોડીગાર્ડ રવિ દરેક લોકો વખાણ કરી રહ્યા છે. કામ પ્રત્યેના તેના સમર્પણને જોઈને લોકો સોશિયલ મીડિયા પર તેના વખાણ કરી રહ્યા છે. તમને જણાવી દઇએ કે જ્યારે શિલ્પા શેટ્ટીના પિતાનું અવસાન થયું ત્યારે રવિ આખો સમય સુનંદા શેટ્ટી સાથે ઉભેલા જોવા મળ્યા હતા.

આ વીડિયોને પાપારાઝી વિરલ ભાયાણીએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે અને કોમેન્ટ વિભાગમાં લોકો તેને વફાદારીનું ઉદાહરણ ગણાવી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ બોક્સમાં લખ્યું – આવી વફાદારી મેળવવી મુશ્કેલ છે, તેને સાચવીને રાખવા જોઈએ. તેવી જ રીતે અન્ય એક યુઝરે લખ્યું – આ વિડીયોએ ખરેખર ભાવુક કરી દીધો. આ જોતા લાગી રહ્યું છે કે તે પોતાના કામને કેટલું સન્માન આપે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો