Shilpa Shetty's son Viayan gave fitness challenge, viral video
  • Home
  • Featured
  • શિલ્પાશેટ્ટીને આ છોકરાએ આપી દીધી ફિટનેસ ચેલેન્જ, વાયરલ થયો વીડિયો

શિલ્પાશેટ્ટીને આ છોકરાએ આપી દીધી ફિટનેસ ચેલેન્જ, વાયરલ થયો વીડિયો

 | 11:57 am IST

બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ફિટનેસ વીડિયો હંમેશા ચર્ચામાં રહે છે. પરંતુ હાલ શિલ્પા તેના ફિટનેસ પાર્ટનરને કારણે ચર્ચામાં છે. ખાસ વાત એ છે કે શિલ્પા શેટ્ટીનો ફિટનેસ પાર્ટનર કોઇ બીજું નહીં પરંતુ તેનો પુત્ર વિયાન છે. શિલ્પા શેટ્ટીએ પુત્ર સાથે એક વીડિયો શેર કર્યો છે. જેનાથી સ્પષ્ટ જોઇ શકાય છે કે શિલ્પા શેટ્ટીની જેમ તેનો છોકરો પણ ફિટનેસ લઇને જાગૃત છે.

શિલ્પાએ જે વીડિયો પોસ્ટ કર્યો છે તેમા પુત્ર વિયાનની સાથે ઇનડોક રૉક ક્લાઇબિંગ કરી રહી છે. વીડિયોની સાથે અભિનેત્રીએ લખ્યું, આપણી અંદરના બાળકને જીવતા રાખવા માટે પુત્ર સાથે રૉક ક્લાઇબિંગ. અને તે મને ખૂબ સારી ટક્કર આપી રહ્યો છે. પરંતુ હું હાર માનવાની નથી. ગરમીનો સમય છે અને તેને એન્ટરટેન કરવાનો છે તેમા ખૂબ મજા પણ છે અને જોરદાર વર્કઆઉટ પણ છે. એટલે એક તીરથી બે નિશાન.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન