"Shilpa threatened me on the phone," Sherlyn Chopra alleged
  • Home
  • Entertainment
  • Bollywood
  • શર્લિન ચોપરાએ આરોપ લગાવતા કહ્યું, શિલ્પાએ મને ફોન પર ધમકાવી હતી

શર્લિન ચોપરાએ આરોપ લગાવતા કહ્યું, શિલ્પાએ મને ફોન પર ધમકાવી હતી

 | 7:00 am IST
  • Share

  • રાજનું યૌન શોષણ કે રેપની ખબર બહાર આવશે તો કરોડો રૂપિયાનો માનહાનિનો દાવો કરીશ કહી ધમકી આપી હતી

  • શિલ્પા શેટ્ટી- રાજ કુંદ્રાએ  શર્લિન ચોપરા વિરુદ્ધ એક્શન લેતા 50 કરોડની માનહાનિનો કેસ દાખલ કર્યો

શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાએ એક્ટ્રેસ શર્લિન ચોપરા વિરુદ્ધ એક્શન લેતા 50 કરોડની માનહાનિનો કેસ દાખલ કર્યો છે. હવે તેના પર શર્લિન ચોપરાએ રિએક્ટ કર્યું છે.

શર્લિને ટ્વિટ કરી શિલ્પા અને રાજ પર તેને ધમકાવવા અને અંડરવર્લ્ડની ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે.

શર્લિને ટ્વિટ કરી લખ્યું, રાજ કુંદ્રા અને શર્લિન ચોપરાના કામ કરવાની રીત- 19 એપ્રિલ 2021 રાજ કુંદ્રાએ માત્ર મને મારા ઘરે આવીને અંડરવર્લ્ડની ધમકી ન આપતા તેની પત્ની શિલ્પા શેટ્ટીએ મને ફોન પર એ જ દિવસે ધમકી આપતા કહ્યું હતું કે, જો રાજના યૌન શોષણ અને રેપની વાત બહાર આવી તો તે મારા વિરુદ્ધ કોરોડ રૂપિયાનો માનહાનિનો દાવો કરશે. તમે કોઈ આર્ટિસ્ટનું યૌન શોષણ ન કરી શકો, તેનો રેપ ન કરી શકો અને તેના વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરવાની ધમકી પણ ન આપી શકો. શું તે આર્ટિસ્ટે તમારા વિરુદ્ધ પોલિસ ફરિયાદ ન દાખલ કરાવવી જોઈએ. 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો