ટ્રમ્પ સાથે ગોલ્ફ રમતા શિંજો ખાડામાં `ભપ’ થઈ ગયા - Sandesh
  • Home
  • Videos
  • Featured Videos
  • ટ્રમ્પ સાથે ગોલ્ફ રમતા શિંજો ખાડામાં `ભપ’ થઈ ગયા

ટ્રમ્પ સાથે ગોલ્ફ રમતા શિંજો ખાડામાં `ભપ’ થઈ ગયા

 | 3:39 pm IST

 

ફિલિપિન્સમાં આસિયાન નિમિત્તે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ગોલ્ફ રમતા જાપાનના વડાપ્રધાન શિંજો આબે રેતીના ખાડામાં લપસી પડ્યા હતાં. જોકે શિંજો તુરત જ હેમખેમ બહાર આવી ગયા હતાં. આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો છે.

શિંજો લપસી પડ્યા ત્યારે તેમની સાથે ટ્રમ્પ પણ હતાં. વીડિયોમાં જોઈ શકાય છે કે સફેદ રંગની ટી શર્ટમાં શિંજો આબે સમતુલા ગુમાવે છે અને ખાડામાં ખાબકે છે. થોડાક જ સમયમાં શિજો બેલેન્સ સંભાળી લે છે અને ખાડામાંથી બહાર આવી જાય છે. આ સમયે ટ્રમ્પ તેમના સાથીઓ સાથે આગળ ચાલ્યા જાય છે આથી તેઓ આ જોઈ શકયા ન હતાં.