BaktiWithSandesh Shirdi Saidham's Darshan, Video
  • Home
  • Featured
  • આજે દર્શન કરીશુ શીરડી સાંઈધામના દર્શન, Video

આજે દર્શન કરીશુ શીરડી સાંઈધામના દર્શન, Video

 | 9:20 am IST

આજે દર્શન કરીશુ શીરડી સાંઈધામના દર્શન. વિશ્વભરમાં જેની ખ્યાતિ ફેલાઈ છે એવા આ સાંઈધામમાં ભક્તોની ભારે ભીડ જામે છે. બાબાના દર્શનમાત્રથી જ ભક્તોના દુખડા દૂર થાય છે. તો આવો મહારાષ્ટ્રના અતિકલ્યાણકારી શીરડી સાંઈધામના દર્શન કરીએ.

મહારાષ્ટ્રનું શીરડી ધામ જેનો મહિમા પ્રાચીન કાળથી જ લોકમુખે રમતો આવ્યો છે. આ એ જ ધામ છે જ્યાં ભારતના સંત શિરોમણી શ્રી સાંઈબાબાએ સંસારને શ્રદ્ધા અને ધીરજનો સંદેશ આપ્યો. બાબાનું આ ધામ આજે દુન્યવી દુખોથી મુક્તિ મેળવવાનું માધ્યમ બન્યુ છે.

ધર્મ કે જ્ઞાતિના કોઈ બંધન વિના તમામ લોકો આસ્થાભેર અહિં પધારે છે. સાચા સંતનું મુખ્ય કાર્ય છે જે એક પરમાત્માનો સંદેશ આપે. પ્રાચીન કાળથી સમાજની બદીએ પ્રત્યે ખોટી માન્યતા દૂર કરવાનું ભગીરથ કાર્ય સાંઈબાબાએ કર્યુ. અને આજે પણ માનવતા અને સમાજ ઉત્થાનનો હેતુ અહિં સર થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન