Shiromani Akali Dal Candidate Harsimrat Kaur Badal Dance Video Viral
  • Home
  • Videos
  • Featured Videos
  • ભટિંડા બેઠક પર જીતની ખુશીમાં હરસીમરત કૌર બાદલે કર્યો જબરદસ્ત ડાન્સ, જુઓ Video

ભટિંડા બેઠક પર જીતની ખુશીમાં હરસીમરત કૌર બાદલે કર્યો જબરદસ્ત ડાન્સ, જુઓ Video

 | 11:29 pm IST

લોકસભા ચૂંટણી 2019માં બીજેપીની જબરદસ્ત જીત બાદ પાર્ટીના દિગ્ગજ નેતાઓ અને કાર્યકર્તાઓમાં ખુશીની લહર છે. ભારતીય જનતા પાર્ટી(બીજેપી)ની આ જીત બાદ જ્યાં વિપક્ષી દળોનું મનોબળ પસ્ત થયું છે ત્યાં એનડીએના સહયોગીઓએ અલગ-અલગ તરીકેથી ઉત્સાહ દર્શાવ્યો છે. કેન્દ્રીય મંત્રી અને શિરોમણી અકાલી દળની ઉમેદવાર હરસીમરત કૌર બાદલે જીતનો જશ્ન ભટિંડામાં ડાન્સ કરી મનાવ્યો.

મીડિયા રિપોર્ટ મુજબ હરસીમરત કૌરે ભટિંડા લોકસભા બેઠક પર 21 હજાર 772 વોટોથી જીત હાંસલ કરી છે. શિરોમણી અકાલી દળની નેતા હરસીમરત કૌર બાદલે કુલ 4,92,824 વોટ પ્રાપ્ત કર્યા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અમરિંદર સિંહ રાજાને 4,71,052 વોટ મળ્યા. જીત બાદ હરસીમરત કૌર બાદલે જબરદસ્ત ડાન્સ કરીને જીતની ઉજવણી કરી. જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં તેઓ પંજાબી ડાન્સ કરતા નજરે આવી રહ્યા છે. આ વીડિયોને લોકો ઘણો પસંદ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન