NIFTY 10,186.60 -38.35  |  SENSEX 32,941.87 +-91.69  |  USD 65.4150 -0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • શશિકલા અને પરિવારની ૧,૪૩૦ કરોડની અઘોષિત આવક ઝડપાઇ

શશિકલા અને પરિવારની ૧,૪૩૦ કરોડની અઘોષિત આવક ઝડપાઇ

 | 4:35 am IST

ચેન્નઇ, તા.૧૪

એઆઇએડીએમકેના નેતા શશિકલા અને તેમના ભત્રીજા ટીટીવી દિનાકરન સહિતના પરિવારજનો તથા સહયોગીઓ પર પાંચ દિવસ સુધી ચાલેલા આવકવેરાના દરોડામાં રૂપિયા ૧,૪૩૦ કરોડની અઘોષિત આવક શોધી કાઢવામાં આવી છે. આવકવેરા વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે વિભાગે ગયા ગુરૂવારથી દેશના વિવિધ શહેરોના ૧૮૭ ઠેકાણા પર દરોડા પાડી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

ચેન્નઇ સ્થિત આવકવેરા વિભાગના ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે, દરોડા દરમિયાન રૂપિયા ૭ કરોડ રોકડા અને રૂપિયા પાંચ કરોડના હીરા ઝવેરાત જપ્ત કરાયાં છે. ૧૫ બેન્ક ખાતા અને હીરાના ઝવેરાતને પ્રતિબંધાત્મક આદેશો અંતર્ગત મુકાયાં છે. દરોડામાં અમને બેહિસાબી આવક અને સંપત્તિના સંખ્યાબંધ દસ્તાવેજો મળ્યાં છે. અમે અત્યાર સુધીમાં રૂપિયા ૧,૪૩૦ કરોડની સંપત્તિની ગણતરી કરી શક્યાં છીએ. દિલ્હી સ્થિત આવકવેરા અધિકારીએ જણાવ્યું હતું કે, શશિકલા અને પરિવારની રૂપિયા ૧,૫૦૦ કરોડની અઘોષિત આવક શોધી કઢાઇ છે. ચેન્નઇના અધિકારીએ જણાવ્યું હતું કે, રૂપિયા ૩૦ કરોડની અઘોષિત આવક સામે આવી ચૂકી છે. અમે ઘણા દસ્તાવેજો જપ્ત કર્યાં છે અને ચકાસણી કરી રહ્યાં છીએ.

શશિકલા અને પરિવારની અઘોષિત આવક પર અધિકારીએ જણાવ્યું હતુંકે, તેમાં પરિવાર હિસાબ આપી ન શક્યો હોય તેવી અને કેટલાક બિઝનેસની ખરીદીમાં રોકાણ કરાયેલી રોકડનો સમાવેશ થાય છે. બનાવટી કંપનીઓનો આખો મામલો જ જુદો છે.

અધધ બેહિસાબ સંપત્તિ, ગણતરીમાં ઘણો સમય લાગશે

આવકવેરા અધિકારીઓએ જણાવ્યું હતું કે, શશિકલા અને પરિવાર પરના દરોડા સમાપ્ત થયાં છે. જપ્ત કરાયેલા દસ્તાવેજોના મૂલ્યાંકનમાં ઘણો સમય લાગી જશે. હજુ સુધી ફક્ત ૧૫ બેન્ક લોકરો જ ખોલાયાં છે. સ્થાયી સંપત્તિની ગણતરી ચાલી રહી છે. દસ્તાવેજોની ચકાસણી, સંપત્તિના મૂલ્યાંકન સહિતની પ્રક્રિયામાં ઘણો સમય લાગી જશે. અમને મોટા પ્રમાણમાં હીરાના ઝવેરાત મળ્યાં છે જેનું મૂલ્ય હજુ નક્કી થયું નથી. શશિકલાના ભાઇની વિમેન્સ હોસ્ટેલમાંથી મોટા પ્રમાણમાં રોકડ મળી આવી છે.

;