Video : પોતાના પ્રેમને પામવા પાર્વતીએ આપી હતી એવી પરીક્ષા જેના વિશે તમે નહિ જાણતા હોવ - Sandesh
NIFTY 11,008.05 +71.20  |  SENSEX 36,519.96 +196.19  |  USD 68.4500 -0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Video : પોતાના પ્રેમને પામવા પાર્વતીએ આપી હતી એવી પરીક્ષા જેના વિશે તમે નહિ જાણતા હોવ

Video : પોતાના પ્રેમને પામવા પાર્વતીએ આપી હતી એવી પરીક્ષા જેના વિશે તમે નહિ જાણતા હોવ

 | 6:13 pm IST

માતા પાર્વતી શિવજીને પતિનાં રૂપમાં પ્રાપ્ત કરવા માટે કઠોર તપસ્યા કરી રહી હતી. તેમનું તપ જોઈને દેવતાઓએ શિવજીને દેવીની મનોકામના પૂરી કરવાની પ્રાર્થના કરી. શિવજીએ પાર્વતીજીની પરીક્ષા લેવા માટે સપ્તર્ષિને મોકલ્યા. સપ્તર્ષિએ શિવજીના સેંકડો અવગુણો ગણાવ્યા. પરંતું પાર્વતીજીએ મહાદેવ સિવાય કોઈ બીજા સાથેનો વિવાહ મંજૂર નહોતો. વિવાહ પહેલા દરેક વર પોતાની ભાવિ પત્નીને લઈને આશ્વસ્ત થવા ઇચ્છતો હોય છે. તેથી શિવજીએ સ્વયં પાર્વતીની પરીક્ષા લેવાનું નક્કી કર્યુ.

ભગવાન શંકર પ્રગટ થયા અને પાર્વતીને વરદાન આપીને અંતર્ધ્યાન થયા. એટલામાં જ્યાં પાર્વતી તપ કરી રહી હતી, ત્યાં પાસે તળાવમાં મગરમચ્છે એક છોકરાને પકડી લીધો. છોકરો જીવ બચાવવા માટે બૂમો પાડવા લાગ્યો. પાર્વતીથી તે બાળકની બૂમો સહન ના થઈ અને દ્રવિત થઈને તે તળાવ પાસે પહોંચી. જોત જોતામાં જ મગરમચ્છે તે છોકરાને અંદર ખેંચી લીધો. છોકરાએ દેવીને કહ્યુ કે, મારી ન તો માતા છે, ન તો પિતા, ન કોઈ મિત્ર. માતા આપ મારી રક્ષા કરો. પાર્વતીજીએ કહ્યું કે, હે મગર.. આ છોકરાને છોડી દે. મગરે જવાબ આપ્યો કે દિવસનાં છઠ્ઠા પ્રહરમાં જે મને મળે છે, તેને પોતાનો આહાર સમજીને સ્વીકાર કરવું, એ મારો નિયમ છે. બ્રહ્મદેવે દિવસનાં છઠ્ઠા પ્રહરમાં આ છોકરાને મોકલ્યો છે. હું આને કેમ છોડું..

પાર્વતીજીએ વિનંતી કરી કે તું આને છોડી દે. બદલામાં તારે જે જોઈએ તે તું મને કહે. મગરે જવાબ આપ્યો કે એક જ શરત પર હું આને છોડી શકું છું. તમે તપ કરીને મહાદેવ પાસેથી જે વરદાન મેળવ્યુ છે, જો એ તપનું ફળ આપ મને આપી દો. તો હું છોકરાને છોડી દઈશ. પાર્વતીજી તૈયાર થઈ ગયા. તેમણે કહ્યું કે હું આપને તપનું ફળ આપવા તૈયાર છું. પણ આ બાળકને છોડી દે.

મગરે સમજાવ્યુ કે દેવી વિચારી લો. જોશમાં આવીને સંકલ્પ ન લો. હજ્જારો વર્ષો સુધી જેવું તપ કર્યુ છે, તે દેવતાઓ માટે પણ શક્ય નથી. તેનું બધું ફળ આ બાળકનાં પ્રાણનાં બદલે જતુ રહેશે.

પાર્વતીએ કહ્યું કે મારો નિર્ણય પાક્કો છે. હું તને મારા તપનું ફળ આપું છું. તું મને આ છોકરાનું જીવન આપી દે. મગરે પાર્વતી પાસે તપદાન કરવાનો સંકલ્પ કરાવ્યો. તપનું દાન થતાં જ મગરનું શરીર તેજથી ચમકવા લાગ્યું. મગરે કહ્યું કે, હે પાર્વતી જુઓ તપનાં પ્રભાવથી હું તેજસ્વી બની ગયો છું. તમે જીવનભરની પૂંજી એક બાળક માટે ખર્ચી નાખી. ઇચ્છો તો પોતાની ભૂલ સુધારવાનો એક મોકો આપી શકુ છું. પાર્વતીએ કહ્યું કે, તપ તો હું ફરી કરી શકું છું. પરંતું જો તું આ છોકરાને ગળી જાત, તો શું તેનું જીવન ફરી પાછું મળી જતું.

જોતજોતામાં છોકરો અદ્રશ્ય થઇ ગયો. મગર પણ અદ્રશ્ય થઈ ગયો. પાર્વતીજીએ વિચાર કર્યો કે મેં તપનું દાન કરી દીધું છે. હવે ફરીથી તપની શરુઆત કરું છું. પાર્વતીએ ફરીથી તપ કરવાનો સંકલ્પ કર્યો. ભગવાન સદાશિવ ફરીથી પ્રગટ થઈને બોલ્યા કે પાર્વતી હવે કેમ તપ કરી રહી છે. પાર્વતીએ કહ્યું કે પ્રભુ, મેં મારા તપનું ફળ દાન કરી દીધું છે. આપને પતિરૂપમાં મેળવવાનાં સંકલ્પ માટે ફરીથી એવી જ ઘોર તપસ્યા કરીને આપને પ્રસન્ન કરીશ.

મહાદેવ બોલ્યા, મગર અને બાળક બંન્ને રુપમાં હું જ હતો. તમારું ચિત પ્રાણી માત્રમાં પોતાનાં સુખ દુખનો અનુભવ કરે છે કે નહી, તેની પરીક્ષા કરવા માટે મેં આ લીલા રચી. અનેક રુપોમાં દેખાનારો હું એક જ છું. હું અનેક શરીરોમાં, શરીરથી અલગ નિર્વિકાર છું. તમે પોતાનું તપ મને આપી દીધું છે. માટે હવે તપ કરવાની કોઈ જરુર નથી. દેવીએ મહાદેવને પ્રણામ કરીને સન્ન મનથી વિદાય આપી.