Shiv Sena Arvind Sawant retains South Mumbai seat, beats Milind Deora
  • Home
  • Election 2019
  • મુકેશ અંબાણીએ જેમના માટે પ્રચાર કર્યો હતો તે કોંગ્રેસના ઉમેદવાર પણ હાર્યા

મુકેશ અંબાણીએ જેમના માટે પ્રચાર કર્યો હતો તે કોંગ્રેસના ઉમેદવાર પણ હાર્યા

 | 9:56 pm IST

આજે 17મી લોકસભાના ચૂંટણી પરિણામો સામે આવ્યા છે. જેમાં ફરી એકવાર દેશભરમાં મોદી લહેર અને ભાજપનું બુલડૉઝર ફરી વળ્યું છે. મોદી નામની સુનામીમાં કોંગ્રેસ સહિતના મોટા ભાગના માથાઓ વધેરાઈ ગયા હતાં. જેમાં એક સમયના દિગ્ગજ કોંગ્રેસી અને પૂર્વ કેન્દ્દ્રીય પ્રધાન મુરલી દેવરાના પુત્ર મિલિંદ દેવરાનો પણ કારમો પરાજય થયો છે.

મિલિંદ દેવરા મહારાષ્ટ્ર અને તેમાં પણ ખાસ કરીને મુંબઈમાં ખાસ્સુ જાણીતું નામ છે. મુંબઈ કોંગ્રેસમાં દેવરા પરિવારની હંમેશાથી તુતી વાગતી આવી છે. પરંતુ આ વખતે તેમને મોદી લહેર નડી ગઈ છે. તેઓ મોદી લહેરમાં રીતસરના તણાઈ ગયા છે. દક્ષિણ મુંબઈ બેઠક પરથી દેવરાનો શિવસેનાના અરવિંદ સાવંત સામે પરાજય થયો છે.

મહત્વની વાત એ છે કે, મિલિંદ દેવરા માટે દેશના સૌથી જાણીતા અને ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ પણ પ્રચાર કર્યો હતો. તેમ છતાંયે મિલિંદ દેવરા પોતાની બેઠક બચાવી શક્યા નહોતા.

આ Video પણ જુઓ : ભાજપની જીત પર પરસોત્તમ રૂપાલાએ કાર્યકર્તાઓનો માન્યો આભાર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન