Uddhav Thackrey Unhappy for Rahul Gandhi Savarkar Statement
  • Home
  • Featured
  • સાવરકરને રાહુલ ગાંધીના નિવેદનને લઈ ઉદ્ધવ ઠાકરે લાલઘુમ, ભરશે આ પગલું

સાવરકરને રાહુલ ગાંધીના નિવેદનને લઈ ઉદ્ધવ ઠાકરે લાલઘુમ, ભરશે આ પગલું

 | 10:49 pm IST

વીર સાવરકરને લઈને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આપેલા નિવેદનને લઈને રાજકારણ ગરમાયું છે. શિવસેના માટે આ મામલે ધર્મ સંકટ ઉભુ થયું છે. શિવસેના પ્રમુખ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાહુલ ગાંધીના સાવરકરને લઈને આપેલા નિવેદન બદલ વાંધો વ્યક્ત કર્યો છે.

સાવરકર મામલે ઉદ્ધવ ઠાકરેનું કહેવું છે કે, આ પ્રકારના મુદ્દાથી બચવું જોઈએ જે ગઠબંધનમાં મુદ્દો બને. આ અગાઉ શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતે પણ ટ્વિટ કરીને કોંગ્રેસને વીર સાવરકરનું સમ્માન કરવા જણાવ્યું હતું.

રાજધાની દિલ્હીના રામલીલા મેદાનમાં કોંગ્રેસની ભારત બચાઓ રેલીમાં રાહુલ ગાંધીએ રેપ ઈન ઈન્ડિયાના નિવેદન પર આક્રમક રીતે કહ્યું હતું કે, આ લોકો કહે છે કે માફી માંગો. પણ મારૂ નામ રાહુલ સાવરકર નથી રાહુલ ગાંધી છે. હું સાચુ બોલવા બદલ ક્યારેય માફી નહીં માંગુ. હું મરી જઈશ પણ માફી નહીં માંગુ. રાહુલ ગાંધીએ હિંદુવાદી નેતા વિનાયક દામોદર સાવરકર પર નિશાન સાધતા સહયોગી પાર્ટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે ભારોભાર નારાજ છે.

શિવસેનાએ રાહુલ ગાંધીનું નામ લીધા વગર જ તેમને સાવરકરનું અપમાન ના કરવાની સલાહ આપી છે. સાથે જ શિવસેનાના નેતા સંજય રાઉતે ઈશારામાં જ ધમકી આપતા કહ્યું છે કે, અમે પંડિત નેહરૂ, મહાત્મા ગાંધીનું સમ્માન કરીએ છીએ, અમે પણ સાવરકરનું અપમાન ના કરો. જે સમજદાર છે તેને વધારે કંઈ કહેવાની જરૂર નથી.

હવે શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ પણ આ મામલે રાહુલ ગાંધીને લઈને ભારોભાર નારાજગી વ્યક્ત કરી છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે, આ પ્રકારના નિવેદનો આપવાથી બચવુ જોઈએ જેનાથી ગઠબંધનમાં સમસ્યા ઉભી થાય. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાહુલ ગાંધીના સાવરકરને લઈને આપેલા નિવેદન બદલ ઉદ્ધવ ઠાકરે કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે વાતચીત કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન