Shiv Sena Chief Uddhav Thackeray will Maharashtra's Next CM : Sharad Pawar
  • Home
  • Assembly Election
  • આખરે બેઠકમાંથી બહાર આવતા જ NCP ચીફ શરદ પવારે મુખ્યમંત્રી પદને લઈને કર્યો ધડાકો

આખરે બેઠકમાંથી બહાર આવતા જ NCP ચીફ શરદ પવારે મુખ્યમંત્રી પદને લઈને કર્યો ધડાકો

 | 6:58 pm IST

મહારાષ્ટ્રમાં શિવસેના-કોંગ્રેસ-એનસીપી વચ્ચે સરકાર રચવાને લઈને સહમતિ બની ચુકી છે. બેઠકમાંથી બહાર આવ્યા બાદ એનસીપી ચીફ શરદ પવારે કહ્યું છે કે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના નામ પર સહમતિ બની છે. રાજ્યના આગામી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે બની શકે છે.

શિવસેના-કોંગ્રેસ-એનસીપી એમ ત્રણેય પક્ષ વચ્ચે આજે યોજાયેલી મહત્વની બેઠક 3 કલાક જેટલી ચાલી હતી. બેઠકમાં ઉદ્ધવ ઠાકરેના નામ પર સહમતિ સધાઈ છે. સાથે જ બેઠકમાંથી એવી વાત પણ સામે આવી છે કે, એનસીપીના વરિષ્ઠ નેતા અજીત પવાર ઉપમુખ્ય મંત્રી બનવાને લઈને સહમત થયા નથી.

બેઠક પછી એનસીપી પ્રમુખ શરદ પવારે કહ્યું છે કે મુખ્યમંત્રી તરીકે ઉદ્ધવ ઠાકરેના નામની સહમતી બને છે. મુખ્યમંત્રી બનવા માટે ઉદ્ધવ ઠાકરેએ સહમતી વ્યક્ત કરી છે. પવારે કહ્યું હતું કે વધારે માહિતી શનિવારે પ્રેસ કોન્ફરન્સ કરીને આપીશું.

શરદ પવારે વધુમાં કહ્યું કે બેઠકમાં સકારાત્મક ચર્ચા થઈ. જો કે કેટલાક મુદ્દાઓ પર વાતચીત થવાની બાકી છે. આવતી કાલે ત્રણેય પક્ષોની એક જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ યોજાય તેવી શક્યતા છે જેમાં સરકાર બનાવવાના દાવાને લઈને સ્થિતિ સ્પષ્ટ થઈ શકે છે. શરદ પવારે વધુમાં એમ પણ કહ્યું કે આ બેઠકમાં સરકારની લીડરશીપને લઈને ચર્ચા થઈ અને ઉદ્ધવ ઠાકરેના નામ પર સહમતિ બની છે.

આ બેઠકમાં ત્રણેય પક્ષો વચ્ચે મંત્રાલયની ફાળવણીને લઈને વાતચીત ચાલી હતી. જોકે આ મામલે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. પરંતુ સૂત્રોના જણાવ્યા પ્રમાણે શિવસેનાને મુખ્યમંત્રી પદ સહિત 16 મંત્રાલય મળી શકે છે જેમાં 11 કેબિનેટ અને 5 રાજ્યમંત્રીનો શામેસ થાય છે. જ્યારે એનસીપીના ભાગે ડેપ્યુટી સીએમ પદ આવી શકે છે. આ ઉપરાંત પણ 15 મંત્રાલય જેમાંથી 11 કેબિનેટ અને 4 રાજ્યમંત્રી પદ પણ આપવામાં આવી શકે છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસને 12 મંત્રાલય મળી શકે છે. જેમાં 9 કેબિનેત અને 3 રાજ્યમંત્રી મળી શકે છે. જોકે કોંગ્રેસ પણ ઉપમુખ્યમંત્રી પદની માંગણી કરી રહી છે. માનવામાં આવે છે કે કોંગ્રેસને વિધાનસભામાં અધ્યક્ષ પદ પણ મળી શકે છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન