Shiv Sena Leader Sanjay Raut Again Targeted BJP Tweeting Sher On Twitter
  • Home
  • Assembly Election
  • ભાજપ-શિવસેના વચ્ચે ખુલ્લેઆમ તલવારો તણાશે, રાઉતે બળતામાં ઘી હોમતા આપ્યા સંકેત

ભાજપ-શિવસેના વચ્ચે ખુલ્લેઆમ તલવારો તણાશે, રાઉતે બળતામાં ઘી હોમતા આપ્યા સંકેત

 | 4:21 pm IST

મહારાષ્ટ્રમાં ચૂંટણી પરિણામ સામે આવ્યા બાદ ભાજપ અને શિવસેના વચ્ચે ઉભી તિરાડ પડી હતી. શિવસેનાએ ભાજપ સાથે છેડો ફાડી રાજ્યમાં એનસીપી અને કોંગ્રેસ સાથે સરકાર રચી. હવે વિવાદની આ ઝાળ મહારાષ્ટ્રમાંથી બહાર નિકળીને ગોવા સુધી પ્રસરે તેમ લાગી રહ્યું છે.

શિવસેનાના વરિષ્ઠ નેતા અને સાંસદ સંજય રાઉતે હવે ભાજપ અને શિવસેનાની લડાઈ ગોવાને લઈને લડાશે તેવા સંકેત આપી દીધા છે. શાયરી અને ફિલ્મના ડાયલોગના શોખીન સંજય રાઉતે શાયરાના અંદાજમાં ઈશારો કર્યો છે.

મહારાષ્ટ્રમાં સરકાર બનાવી લીધા બાદ હવે શિવસેનાની નજર ભાજપ શાસિત ગોવા પર છે. શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું છે કે મહારાષ્ટ્રની રાજનીતિ પૂરી થઈ ગઈ છે, હવે અમારી નજર ગોવાની રાજનીતિ પર છે. અમે સમગ્ર દેશમાં બીન-ભાજપી મોરચો બનાવવા માગી છીએ. જેની મહારાષ્ટ્રમાંથી શરૂઆત થઈ ગઈ છે.

હવે અમારું ધ્યાન ગોવા પર છે. ગોવા પછી અમે સમગ્ર દેશમાં મોરચો તૈયાર કરીશું. સંજય રાઉતે જણાવ્યું હતું કે, ત્રણ ધારાસભ્યો સાથે ગોવા ફોર્વડ પાર્ટીના અધ્યક્ષ અને ભૂતપુર્વ મુખ્યમંત્રી વિજય રસદેસાઈ શિવસેના સાથે ગઠબંધન કરી રહ્યા છે. મહારાષ્ટ્રની માફક એક નવો રાજકીય મોરચો ગોવામાં આકાર લઈ રહ્યો છે. ટૂંક સમયમાં તમને ગોવામાં એક ચમત્કાર જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન