Shiv Sena Leader Sanjay Raut Says Maharashtra Govt. Formation
  • Home
  • Featured
  • મહારાષ્ટ્રમાં સરકાર કયારે? રાઉત ‘દબાયેલા’ અવાજે બોલ્યા- ધીમે ધીમે બધી ખબર પડશે

મહારાષ્ટ્રમાં સરકાર કયારે? રાઉત ‘દબાયેલા’ અવાજે બોલ્યા- ધીમે ધીમે બધી ખબર પડશે

 | 12:34 pm IST

શિવસેનાના નેતા સંજય રાઉતનું કહેવું છે કે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગ્યું છે અને રાષ્ટ્રપતિ શાસનની સમયમર્યાદા છ મહિનાની હોય છે. તેની પહેલાં રાજ્યમાં નવી સરકાર બની જશે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં સરકાર શિવસેનાના નેતૃત્વમાં જ બનશે અને તેના માટે કોઇની મધ્યસ્થતાની જરૂર નથી. જ્યારે તેમણે એનસીપી ચીફ શરદ પવારના એ નિવેદનની યાદ અપાવી જેમાં કહ્યું કે સરકાર બનાવાને લઇ તમામ પ્રશ્ન શિવસેનાને કરવામાં આવે તો તેમણે કહ્યું કે ‘પવાર સાહબ શું ખોટું બોલી રહ્યા છે?’

શું કહ્યું રાઉતે?

રાઉતે કહ્યું કે સરકાર શિવસેના જ બનાવશે. ધીમે-ધીમે બધી જ ખબર પડી જશે. રાઉતે પોતાના દાવા અંગે ફરી કહ્યું કે સરકાર બનશે અને તેનું નેતૃત્વ શિવસેના જ કરશે. તેમણે કહ્યું કે સરકાર બનશે અને ગૃહમાં 170 (ધારાસભ્યો)ની બહુમતી સાબિત થશે. તેમણે કહ્યું , ‘અત્યારે રાષ્ટ્રપતિ શાસન છે. 6 મહિના માટે લાગ્યું છે. અમે ટૂંક સમયમાં જ સરકાર બનાવા માટે ચર્ચા કરવી પડશે.’

17 નવેમ્બર સુધીનો સમય ખત્મ

ઉલ્લેખનીય છે કે શિવસેનાએ NCP અને કોંગ્રેસ સાથે મળીને શિવસેના સંસ્થાપક બાલા સાહેબ ઠાકરેની પુણ્યતિથિ 17મી નવેમ્બર સુધીમાં જ સરકારની રચના માટે શિવસેનાને સમર્થન આપવાની જાહેરાત કરવાની માંગણી કરી હતી, પરંતુ હજુ સુધી એવી કોઇ જાહેરાત થઇ શકી નહીં. આ બધાની વચ્ચે એનસીપી ચીફ શરદ પવારના બદલાયેલા વલણે શિવસેનામાં અંદરખાને ઉહાપોહની સ્થિતિ વધારી દીધી છે.

શિવસેનાની અંદરનો અવાજ

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત બાદ પવારે જે કહ્યું, તેનાથી શિવસેનાના કેટલાંય નેતાઓની ધારણા મજબૂત થવા લાગી છે કે એનસીપી અને કોંગ્રેસની સાથે જવામાં તેમની પાર્ટીની ભલાઇ નથી. પાર્ટીની અંદર દબાયેલ અવાજે વાતો થવા લાગી કે ભાજપની સાથે ફરીથી વાતચીત શરૂ કરવાની સંભાવના શોધવી જોઇએ અને જો ભાજપની સાથે સરકાર બનાવાની શકયતા નથી તો શિવસેનાએ ‘એકલા ચલો રે’ની નીતિ અપનાવી જોઇએ. આ નેતાઓની પવારના નિવેદનથી ખાસ્સી બેચેની વધી ગઇ છે.

શું કહ્યું હતું શરદ પવારે?

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત બાદ એનસીપી ચીફ શરદ પવારે કહ્યું કે મહારાષ્ટ્રમાં સરકાર રચના માટે શિવસેનાની સાથે મિનિમમ કોમન પ્રોગ્રામ પર કોઇ સહમતિ બની નથી. તેમણે સરકાર બનાવાને લઇ કંઇ પણ સ્પષ્ટતા કરવાનો ઇન્કાર કરી દીધો અને શિવસેનાને વિશ્વાસ અપાવાના પ્રશ્ન પર બિલકુલ મૌન ધારણ કરી લીધું.

આ વીડિયો પણ જુઓ – ખેડૂતોના પ્રશ્નો મુદ્દે રાજકોટના ધોરાજીમાં રેલી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન