Shiv Sena Missing Advani's Time, Says NDA Has Been Changed Now
  • Home
  • Featured
  • BJP સાથે ડખો થતા શિવસેનાને યાદ આવ્યા અડવાણી, કહ્યું- NDAમાં પહેલા જેવી વાત નથી રહી

BJP સાથે ડખો થતા શિવસેનાને યાદ આવ્યા અડવાણી, કહ્યું- NDAમાં પહેલા જેવી વાત નથી રહી

 | 7:52 pm IST

વીતેલા 3 દશકોથી બીજેપીની સાથે એનડીએનો ભાગ રહેલી શિવસેનાએ અડવાણી યુગનો ઉલ્લેખ કરતા કહ્યું કે હવે પહેલા જેવી વાત નથી રહી. શિવસેનાનાં સાંસદ સંજય રાઉતે શનિવારનાં બીજેપી સાથેનાં ડખાનો જવાબ આપતા કહ્યું કે, “નવા અને જૂના એનડીએમાં મોટું અંતર છે.” તેમણે કહ્યું કે, “આજે એનડીએનો સંયોજક કોણ છે? એનડીએ કોણ ચલાવી રહ્યું છે અને આના માટે માલિક કોણ છે? અડવાણીજી જે આનાં સંસ્થાપક હતા એ બહાર છે અથવા નિષ્ક્રિય છે.”

2009  સુધી મહારાષ્ટ્રમાં શિવસેના બીજેપી કરતા વધારે સીટો પર ચૂંટણી લીધી

ઉલ્લેખનીય છે કે 2009 લોકસભા અને વિધાનસભા ચૂંટણી સુધી મહારાષ્ટ્રમાં શિવસેના બીજેપીની સરખામણીએ સીનિયર પાર્ટનર હતી. આ એ સમય હતો જ્યારે લાલકૃષ્ણ અડવાણી એક રીતે બીજેપીનાં સર્વેસર્વા હતા અને 2009માં પીએમ કેન્ડિડેટ હતા. શિવસેનાએ આ સમય સુધી હંમેશા બીજેપી કરતા વધારે સીટો પર ચૂંટણી લડી હતી.

મતભેદ છતા 2019 લોકસભા-વિધાનસભા ચૂંટણી સાથે લડી

ત્યારબાદ 2013માં નરેન્દ્ર મોદીને પીએમ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા. બીજેપી મહારાષ્ટ્રમાં આક્રમક થઈ અને શિવસેનાથી વધારે સીટોની માંગ કરી. તેના પર બંને દળો વચ્ચે વાત ના બની અને બંનેએ 2014માં અલદગ અલગ ચૂંટણી લડી. જોકે ચૂંટણી બાદ ફરી એક થયા અને સરકાર બનાવી. મતભેદો છતા 2019ની લોકસભા ચૂંટણી અને વિધાનસભા ચૂંટણીમાં બંને દળોએ સાથે ચૂંટણી લડી.

પહેલીવાર હતુ કે ભાજપે શિવસેના કરતા વધારે સીટો પર ચૂંટણીમાં ઝંપલાવ્યું

જોકે આ પહેલીવાર હતુ જ્યારે ગઠબંધનમાં બીજેપીએ શિવસેનાથી વધારે સીટો પર ચૂંટણી લડી. ચૂંટણી પરિણામો બાદ શિવસેના અઢી અઢી વર્ષ માટે સીએમને લઇને જીદે ચડી અને લાંબી ખેંચતાણ બાદ આખરે રસ્તો અલગ કરી લીધો. ઉલ્લેખનીય છે કે શિવસેનાએ એનસીપી અને કૉંગ્રેસ સાથે જવાનું નક્કી કરી લીધું છે. ત્રણેય મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે મથામણ કરી રહ્યા છે. એનસીપી અને કૉંગ્રેસ શિવસેનાને મુખ્યમંત્રી પદ આપવા માટે પણ રાજી થઈ ગઈ છે. તો પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણીસે કહ્યું છે કે મહારાષ્ટ્રમાં સરકાર તો બીજેપીની જ બનશે.

હવે જોવું એ રહ્યું કે આ ખેંચતાણમાં કોણ કઇ રીતે સરકાર બનાવે છે. તો સૌથી મોટો પ્રશ્ન પણ એ છે કે શું શિવસેના, એનસીપી અને કૉંગ્રેસનો સંઘ કાશીએ પહોંચશે? શિવસેનાની વિચારધારા એનસીપી અને કૉંગ્રેસથી ભિન્ન છે, જે વાત ના બનવાનું કારણ બની શકે છે.

આ વિડીયો પણ જુઓ: રાફેલ પર SCના ચુકાદા બાદ કોંગ્રેસ સામે ભાજપના આજે રાજ્યવ્યાપી ધરણાં

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન