Shiv Sena, NCP and Congress Meet in Mumbai for Maharashtra Govt Formation
  • Home
  • Assembly Election
  • શિવસેના-એનસીપી-કોંગ્રેસની સંયુક્ત બેઠક શરૂ, ગમે તે ઘડીએ થઈ શકે છે મોટી જાહેરાત

શિવસેના-એનસીપી-કોંગ્રેસની સંયુક્ત બેઠક શરૂ, ગમે તે ઘડીએ થઈ શકે છે મોટી જાહેરાત

 | 5:12 pm IST

મહારાષ્ટ્રમાં નવી સરકાર રચવાને લઈને અંતિમ તબક્કાની બેઠક ચાલી રહી છે. મુંબઈના વર્લી સ્થિત નેહરૂ સેંટરમાં કોંગ્રેસ, શિવસેના અને એનસીપીની બેઠક શરૂ થઈ ગઈ છે. આ બેઠકમાં શિવસેનાના મુખ્યમંત્રી પદને લઈને જાહેરાત થઈ શકે છે.

આ બેઠકમાં ભાગ લેવા કોગ્રેસના નેતા અહેમદ પટેલ મલ્લિકાર્જુન ખડગે, પૃથ્વીરાજ ચવાણ, બાલાસાહેબ થોરાટ, શિવસેનાના નેતા સુભાષ દેસાઈ, એકનાથ શિંદે, એનસીપીના શરદ પવાર, જયંત પાટિલ અને પ્રફુલ પટેલ સહિતના વરિષ્ઠ નેતાઓ પહોંચ્યા છે.

ઉદ્ધવ અને આદિત્ય ઠાકરે પણ પહોંચ્યા

ત્રણેય પાર્ટીઓની સંયુક્ત બેઠ્ક પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે, ત્રણેય (કોંગ્રેસ-એનસીપી-શિવસેના) પાર્ટીપ્ની બેઠકમાં તમામ બાબતો પર નિર્ણય લેવામાં આવશે. આ બેઠકમાં ભાગ લેવા ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરે પણ પહોંચી ગયા છે.

આ બેઠક બાદ રાજ્યના મુખ્યમંત્રી પદના નામની જાહેરાત કરવામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બેઠકમાં કોંગ્રેસ અને એનસીપી દ્વારા મલાઈદાર મંત્રાલયો અને પદ માંગવામાં આવી રહ્યા છે. ડેપ્યુટી મુખ્યમંત્રી પદને લઈને પણ ચર્ચા ચાલી રહી હોવાનું માનવામાં આવે છે. રાજ્યનો આગામી મુખ્યમંત્રી કોણ અને કેટલા સમય માટે તેને લઈને પણ માથાપચ્ચી થઈ રહી છે તેમ સૂત્રોનું કહેવું છે.

શિવસ્નાની સરકાર રચવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં 

મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે રાજકરણ ગરમાયું છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારે પાર્ટીના ધારાસભ્યો સાથે મુલાકાત કરી હતી અને તેમને જણાવ્યું હતું કે રાજ્યમાં તેમની પાર્ટીના નેતૃત્વની સરકાર રચવાની પ્રક્રિયા અંતિમ ચરણમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન