Shiv Sena-NCP-Congress Alliance Government Formation, Sharad Pawar Create confusion
  • Home
  • Assembly Election
  • બદલાતા નિવેદનો, સરકાર પણ અદ્ધરતાલ… શરદ પવારના ‘મોટી સોગઠી’ મારવાની ફિરાકમાં?

બદલાતા નિવેદનો, સરકાર પણ અદ્ધરતાલ… શરદ પવારના ‘મોટી સોગઠી’ મારવાની ફિરાકમાં?

 | 3:57 pm IST

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યાને 26 દિવસ થવા આવ્યા સાથે જ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદ્યાને પણ એક સપ્તાહ જેટલો સમય વિતવા આવ્યો. પણ સરકાર રચવામાં હજુ સુધી બધુ જ અદ્ધરતાલ છે. શિવસેના-એનસીપી-કોંગ્રેસનું ગઠબંધન લટકી પડ્યું છે. રાજ્યમાં સ્થિતિ સ્પષ્ટ નથી થઈ શકતી. તેવામાં સૌકોઈની નજર એનસીપી પ્રમુખ શરદ પવાર પર ટકી છે. પરંતુ તેઓએ જે પ્રકારના નિવેદનો આપી રહ્યાં છે તેનાથી લોકો બરાબરના મુંઝવણમાં કુકાયા છે. હવે શરદ પવારના મનમાં શું ચાલી રહ્યું છે તે ના તો શિવસેના કળી શકી છે ના તો રાજકીય પંડિતો.

મહારાષ્ટ્રમાં એનસીપી કિંગમેકર

મહારાષ્ટ્રની રાજનીતિમાં કિંગમેકર બનીને સામે આવેલા એનસીપી પ્રમુખ શરદ પવાર વારંવાર પોતાના નિવેદનો બદલી રહ્યાં છે. તેવામાં મહારાષ્ટ્રના રાજકારણમાં શું થશે તેને લઈને કોઈને કોઈ જ આભાસ નથી થઈ રહ્યો. એનસીપી પ્રમુખ શરદ પવારે પહેલા કહ્યું હતું કે, ભાજપ-શિવસેનાને સ્પષ્ટ જનાદેશ મળ્યો છે, તેમણે સરકાર બનાવવી જોઈએ. અમે પરિણામોનું સમ્માન કરી વિપક્ષમાં બેસીશું. સાથે જ તેમણે એ પણ કહ્યું છે કે, સરકાર બનાવવાને લઈને શિવસેના તરફથી અમને કોઈ જ પ્રસ્તાવ મળ્યો નથી. મારી પાસે તો જરૂરી નંબર પણ નથી તો સરકાર કઈ રીતે બની શકે.

પવારના બદલાતા નિવેદનો

થોડા દિવસ પહેલા જ એનસીપી પ્રમુખ શદર પવાર ખેડૂતોની સ્થિતિ જાણવા માટે નાગપુર પહોંચ્યા હતાં. આ દરમિયાન તેમણે મધ્યવર્તી ચૂંટણીની શક્યતા પણ ફગાવી દેતા કહ્યું હતું કે, સરકાર બનાવવામાં ભલે થોડુ મોડું થઈ રહ્યું હોય, પણ પ્રદેશમાં 5 વર્ષ માટે સ્થાયી સરકાર બનાવવામાં આવશે.

જ્યારે સોમવારે સોનિયા ગાંધી સાથે મુલાકાત બાદ સૌકોઈને આશા હતી કે, મહારાષ્ટ્રમાં સરકાર રચવાને લઈને છવાયેલા વાદળો હટી જશે, પરંતુ આમ થયુ નહીં. મુલાકાત બાદ શરદ પવારે કહ્યું હતું કે, આ બેઠકમાં સરકાર રચવાને લઈને કોઈ જ ચર્ચા તહી શકી નથી. એનસીપી પ્રમુખે કહ્યું હતું કે, કોંગ્રેસ અને એનસીપીએ સાથે મળીને ચૂંટણી લડી હતી, માટે બંને પાર્ટીના નેતાઓ આગળની રણનીતિ પર વાતચીત કરી રહ્યાં છે. પરંતુ સરકારને લઈને પવારે કહ્યું હતું કે, અમારી પાસે હજી 6 મહિનાનો સમય છે. 

મહારાષ્ટ્રના સમીકરણ

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી સત્તાધારી ભાજપ અને શિવસેનાના રાષ્ટ્રીય જનતાંત્રીક ગઠબંધન (એનડીએ)એ સાથે મળીને લડી હતી. ભાજપ 105 બેઠકો સાથે રાજ્યમાં સૌથી મોટી પાર્ટી બનીને સામે આવી હતી. તો શિવસેનાને 56 બેઠકો મળી હતી. પણ પરિણામો સામે આવતા બંને વચ્ચે ખટરાગ સર્જાતા ભાજપ અને શિવસેના અલગ થયા હતાં. ભાજપનો સાથ છોડીને એનસીપી-કોંગ્રેસ પાસેથી આશા લગાવીને બેઠેલી શિવસેનાએ હવે સરકાર બનાવવા રાહ જોવી પડી રહી છે. કોંગ્રેસ અને એનસીપી વચ્ચે એકપછી એક બેઠકો ચાલી રહી છે, પરંતુ ગઠબંધન રચવાને લઈને કોઈ જ નિર્ણય લેવાઈ શકાતો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન