Shiv Sena Says It is BJP's arrogance that refusing to form govt in Maharashtra
  • Home
  • Featured
  • મહારાષ્ટ્રમાં શિવસેના-NCPની સરકારને લઇ સસ્પેંસ વધ્યું, પવારે એવું નિવેદન આપ્યું કે બધા સ્તબ્ધ

મહારાષ્ટ્રમાં શિવસેના-NCPની સરકારને લઇ સસ્પેંસ વધ્યું, પવારે એવું નિવેદન આપ્યું કે બધા સ્તબ્ધ

 | 10:39 am IST

કેન્દ્રની મોદી સરકારમાં શિવસેનાના કોટાથી મંત્રી અરવિંદ સાવંતે પદ પરથી રાજીનામાં આપ્યા બાદ શિવસેનાએ કહ્યું કે ભાજપની સાથે હવે તેમના સંબંધ માત્ર ઔપચારિકતા છે. શિવસેના પ્રવકતા સંજય રાઉતે સોમવારના રોજ કહ્યું કે ભાજપે અહંકાર દેખાડ્યો છે. 50-50ની ફોર્મ્યુલા પહેલાં નક્કી થઇ ગઇ હતી પરંતુ ભાજપ પાછળ હટી ગયું.  બીજીબાજુ શરદ પવારે એલાન કર્યું કે કોંગ્રેસની સાથે વાતચીત બાદ જ તેઓ શિવસેનાની સાથે સરકાર બનાવા પર કોઇ નિર્ણય લેશે.

સંજય રાઉતે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે ભાજપે અહંકાર દેખાડ્યો છે. ભાજપે રવિવારના રોજ રાજ્યપાલ સાથે મળીને કહ્યું કે અમે રાજ્યમાં સરકાર બનાવીશું નહીં કારણ કે શિવસેના સમર્થન આપી રહી નથી. આ ભાજપનો અહંકાર છે. આ મહારાષ્ટ્રની જનતાનું અપમાન છે. શિવસેનાની વાત ભાજપ માનશે નહીં. ભાજપ શિવસેનાને દોષ ના આપે.

‘સ્થિતિ માટે શિવસેના જવાબદાર નથી’

શિવસેનાના નેતા એ કહ્યું કે આ સ્થિતિ માટે શિવસેના જવાબદાર નથી. શિવસેનાની સાથે જે વાતો ભાજપે નક્કી કરી હતી તેને માની રહ્યું નથી તો હવે કયો સંબંધ બચે છે. આવા સંબંધો હવે માત્ર ઔપચારિકતા માટે છે. આપને જણાવી દઇએ કે મહારાષ્ટ્રમાં સરકાર રચવાને લઇ શિવસેના અને ભાજપના સંબંધોમાં આવેલી તિરાડ હવે દિલ્હી સુધી પહોંચી ગઇ છે. સોમવારના રોજ મોદી સરકારમાં શિવસેનાના કોટાથી મંત્રી અરવિંદ સાવંતે પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી. સાવંતે ટ્વીટ કરી તેની માહિતી આપી.

NCPએ હજુ તેના પત્તા ખોલી રહી નથી

આ બધાની વચ્ચે શિવસેનાની સાથે સરકાર બનાવા પર એનસીપી હજુ પોતાના પત્તા ખોલી રહ્યું નથી. એનસીપી નેતા શરદ પવારે અરવિંદ સાવંતના રાજીનામા પર કહ્યુ છે કે તેમને રાજીનામા અંગે કોઇની પાસેથી કોઇ માહિતી મળી નથી. તેમણે કહ્યું આજે અમારી કોંગ્રેસની સાથે વાતચીત થવાની છે. જે કંઇપણ નિર્ણય લેવાશે, તેને કોંગ્રેસ પાર્ટીની સાથે વાતચીત બાદ લેવાશે.

NCPએ શિવસેના સામે મૂકી હતી શરત

શિવસેનાના આ નવા દાવને મહારાષ્ટ્રમાં એનસીપીની સાથે મળી સરકાર બનવાના પગલા તરીકે પણ જોઇ રહ્યા છે. આપને જણાવી દઇએ કે એનસીપીએ મહારાષ્ટ્રમાં ગઠબંધન પહેલાં શિવસેનાની સામે એનડીએથી અલગ થવાની શરત મૂકી છે. હવે પ્રશ્ન એ છે કે કેન્દ્ર મોદીની ટીમમાંથી અલગ થયા બાદ શું શિવસેના એનડીએ સાથેના પણ બ્રેકઅપની જાહેરાત કરશે?

અરવિંદ સાવંત દક્ષિણ મુંબઇથી સાંસદ છે અને કેન્દ્રમાં શિવસેનાના કોટાથી મંત્રી છે. તેમને ભારે ઉદ્યોગ મંત્રાલય આપ્યું હતું, પરંતુ હવે તેમણે પદ પરથી રાજીનામું આપી દીધું છે. સાવંતે ટ્વીટ કરી શિવસેનાનો પક્ષ સત્યની સાથે છે. આવા ખરાબ માહોલમાં દિલ્હીની સરકારમાં બની રહેવાનું કોઇ ઔચિત્ય નથી. હું મંત્રી પદ પરથી રાજીનામું આપી રહ્યું છું.

આ વીડિયો પણ જુઓ – શિવસેના – NCP પર પ્રફુલ પટેલનું નિવેદન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન