માહિરા ખાનનાં કારણે ‘રઇસ’ વિવાદોમાં સપડાઇ, શિવસેનાએ આપી ધમકી

247

શાહરૂખ ખાનની અપકમિંગ ફિલ્મ ‘રઇસ’ની દર્શકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. પરંતુ ફિલ્મ રિલીઝ પહેલા આ ફિલ્મ એકવાર ફરીથી વિવાદોમાં સપડાઇ ગઇ છે. ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટર અક્ષય રાઠીએ દાવો કર્યો છે કે, શિવસેનાની ઠત્તીસગઢ યૂનિટે તેમને ધમકી આપી છે કે, શાહરૂખ ખાનની અપકમિંગ ફિલ્મ ‘રઇસ’ને રિલીઝ કરવામાં ન આવે. કારણ કે, આ ફિલ્મમાં પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાને કામ કર્યુ છે.

અક્ષય રાઠીએ ટ્વિટ કરીને કહ્યુ છે કે, તેમને એક પત્ર મળ્યો છે જેમાં કહેવામાં આવ્યુ છે કે, રાહુલ ઢોલકીયાનાં નિર્દેશનમાં બનેલી ફિલ્મને રિલીઝ કરવામાં ન આવે. આ ફિલ્મ 25 જાન્યુઆરીનાં રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. રાઠીએ આ ટ્વિટને શિવસેનાનાં યુવાન અધ્યક્ષ આદિત્ય ઠાકરેને ટેગ પણ કર્યુ છે. છત્તીશગઢનાં મુખઅયમંત્રી રમણસિંહને સંબોધિત કરતા રાઠીએ લખ્યુ,”રમણસિંહજી અને અભિષેક સિંહ, કૃપા કરીને જૂઓ કે, છત્તીશગઢમાં કાયદાકીય વ્યવસ્થા જળવાઇ રહે.”

તમને જણાવી દઇએ કે 25 જાન્યુઆરીનાં રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઇ રહેલ શાહરૂખની ફિલ્મ ‘રઇસ કથિત રીતે ગુજરાતનાં બુટલેગર અબ્દુલ લતિફનાં જીવન પર આધારિત છે. આ ફિલ્મમાં પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાને પણ કામ કર્યુ છે. આ પહેલા કરણ જોહરની ફિલ્મ ‘એ દિલ હે મુશ્કિલ’નો પણ વિરોધ કરવામાં આવ્યો હતો.