Shiv Sena Will Split Because 25 Mla In Touch With Fadnavis : Ravi Rana
  • Home
  • Assembly Election
  • શિવસેના ભંગાણના આરે! 25 ધારાસભ્યો ફડણવીસના સંપર્કમાં, સંજય રાઉત ‘પોપટ’

શિવસેના ભંગાણના આરે! 25 ધારાસભ્યો ફડણવીસના સંપર્કમાં, સંજય રાઉત ‘પોપટ’

 | 6:44 pm IST

મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે બરાબરની ગરમા-ગરમી ચાલી રહી છે ત્યારે એક નેતાએ સનસનાટીપૂર્ણ દાવો કર્યો છે. આ નેતાએ દાવો કર્યો છે કે, જો શિવસેના ભાજપની સાથે નહીં આવે તો વિખેરાઈ જશે. શિવસેનાના સંખ્યાબંધ ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે.

અમરાવતી જીલ્લાના બડનેરા વિધાનસભા બેઠક પર ચૂંટાયેલા અપક્ષના ધારાસભ્ય રવિ રાણાએ દેવેન્દ્ર ફડણવીસ અને ભાજપને પોતાનું સમર્થન જાહેર કર્યું છે. તેમણે શિવસેનાની સાથો સાથ સંજય રાઉતની ભારે મજાક ઉડાવી હતી.

રવિ રાણાએ કહ્યું હતું કે, ભાજપ સાથે ગઠબંધનના કારણે જ શિવસેનાને 56 બેઠકો મળી છે. નહિંતર તો શિવસેના રાજ્યમાં માત્ર 25 બેઠકો પણ માંડ જીતી શકત. જો શિવસેના ભાજપને સમર્થન નહીં કરે તો તે તુટી જશે. રાણાએ સનસનાટીપૂર્ણ દાવો કરતા કહ્યું છે કે, શિવસેનાના 25 ધારાસભ્યો મારા અને મુખ્યમંત્રી ફડણવીસના સંપર્કમાં છે. જો શિવસેનાએ વિપક્ષમાં બેસવાનું મન બનાવી લીધું હોય તો આ 25 ધારાસભ્યો ફડણવીસના નેતૃત્વ હેઠળની સરકારમાં શામેલ થઈ જશે.

મહારાષ્ટ્રના લોકોનું થઈ રહ્યું છે અપમાન

સરકાર રચવામાં થઈ રહેલા વિલંબ પર આરોપ લગાવતા તાણાઈ કહ્યું હતું કે, શિવસેના સરકાર રચવામાં અવરોધ ઉભા કરી રહી છે જ્યારે ગઠબંધનની લઈને મહારાષ્ટ્રની જનતાએ સ્પષ્ટ જનાદેશ આપ્યો છે. આ મહારાષ્ટ્રના લોકોનું અપમાન છે. ફડણવીસ મુખ્યમંત્રી બનતા જ શિવસેનાના 20 થી 25 ધારાસભ્યો ભાજપની સાથે આવશે.

શિવસેનાના નેતા સંજય રાઉતની ઉડાવી મજાક

રવિ રાણાએ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને સંજય રાઉત પર લગામ કસવા કહ્યું છે. તેમણે કહ્યું છે કે, સંજય રાઉત શિવસેનાનો પોપટ છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને ફેવેન્દ્ર ફડણવીસ સાથે થયેલી બેઠકમાં શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે હાજર હતા તો તેમણે પોતે જ બોલવુ જોઈએ, નાકે સંજય રાઉતે કોઈ ટિપ્પણી કરવી જોઈએ. સંજય રાઉત શિવસેનાના પોપટ છે. સાથે જ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, દેવેન્દ્ર ફડણવીસની આગેવાનીમાં જ મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર બનશે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન