Shiv Sena-NCP-Congress Will Stop Fund To Bullet Train Project
  • Home
  • Featured
  • શિવસેના ડૂબ્યું ‘શેખ ચલ્લી’ જેવા વિચારોમાં, મોદીનાં ડ્રીમ પ્રોજેક્ટને રોકવાનો ઘડી રહ્યું છે તખ્તો

શિવસેના ડૂબ્યું ‘શેખ ચલ્લી’ જેવા વિચારોમાં, મોદીનાં ડ્રીમ પ્રોજેક્ટને રોકવાનો ઘડી રહ્યું છે તખ્તો

 | 2:26 pm IST

મહારાષ્ટ્રમાં સરકાર ગઠનને લઇને શિવસેના, કૉંગ્રેસ અને એનસીપીની વચ્ચે ચર્ચા ચાલી રહી છે. ત્રણેય પાર્ટીઓ કૉમન મિનિમમ પ્રોગ્રામ પર મંથન કરી રહી છે. આમાં ખેડૂતો માટે મોટી જાહેરાત સામેલ કરવામાં આવી શકે છે. મહારાષ્ટ્ર સરકાર તરફથી બુલેટ ટ્રેન માટે આપવામાં આવનારી રકમનો ઉપયોગ ખેડુતોનાં દેવા માફીમાં કરવામાં આવી શકે છે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે કૉમન મિનિમમ પ્રોગ્રામમાં ત્રણેય પાર્ટીઓની વચ્ચે આ મુદ્દા પર મંથન ચાલી રહ્યું છે.

બુલેટ ટ્રેન પ્રોગ્રામમાં રાજ્ય સરકારો તરફથી પણ પૈસા આપવામાં આવશે

ઉલ્લેખનીય છે કે બુલેટ ટ્રેન પ્રોગ્રામમાં રાજ્ય સરકારો તરફથી પૈસા આપવામાં આવનારા છે. આમાં જે મહારાષ્ટ્રનો ભાગ છે તેને રોકી દેવામાં આવશે. મહારાષ્ટ્રનો આ ફંડમાં 25 ટકા ભાગ છે. શિવસેના તરફથી CMP પર ચર્ચા વિસ્તારથી કરવામાં આવી રહી છે. શિવસેના તરફથી ગઠબંધનને મ્યુનિસિપલ કોર્પોરેશનનાં લેવલ સુધી લઇ જવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. મુંબઈ, થાણે, નાસિક અને કલ્યાણ-ડોંબિવલીમાં બીજેપી-શિવસેનાનો કબજો છે, જેના પર હવે વર્તમાન રાજનીતિ સ્થિતિની અસર પડી શકે છે.

શુક્રવાર સુધી મહારાષ્ટ્રમાં સરકાર ગઠનને લઇને નિર્ણય થઈ જશે

હવે શિવસેના કલ્યાણ-ડોંબિવલીમાં મેયરનું પદ છોડવા તૈયાર નથી, જ્યારે પહેલા નક્કી થયું હતુ કે 4 વર્ષ બાદ શિવસેના પદ છોડશે અને બીજેપી એક વર્ષ માટે આ પદ રાખશે. દિલ્લીમાં કૉંગ્રેસ અને એનસીપી વચ્ચે સતત બેઠકો થઈ રહી છે. બંને પાર્ટીઓ અલગ અલગ બેઠકો કરી રહી છે, ત્યારબાદ બપોરનાં ફાઇનલ રાઉન્ડની વાત થશે. ત્યારબાદ કૉંગ્રેસ અને એનસીપીમાં શુક્રવારનાં શિવેસેનાની સાથે ફાઇનલ વાતચીત કરશે. શિવસેના નેતા સંજય રાઉતે પણ દાવો કર્યો કે શુક્રવાર સુધી મહારાષ્ટ્રમાં સરકાર ગઠનને લઇને નિર્ણય થઈ જશે અને ડિસેમ્બરનાં પહેલા અઠવાડિયામાં સરકાર થઈ જશે.

આ વિડીયો પણ જુઓ: સુરતમાં સતત બીજા દિવસે BRTS બસે સર્જ્યો અકસ્માત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન