Devendra Fadnavis resignation as Maharashtra Chief Minister
  • Home
  • Assembly Election
  • રાજીનામું આપતાની સાથે ફડણવીસે શિવસેના પર રોષ ઠાલવતા લગાવ્યા ગંભીર આરોપ

રાજીનામું આપતાની સાથે ફડણવીસે શિવસેના પર રોષ ઠાલવતા લગાવ્યા ગંભીર આરોપ

 | 4:39 pm IST

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. શુક્રવારે રાજભવન પહોંચ્યા હતાં અને તેમને રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને પોતાનું સોંપી દીધું હતું. તે હજી પણ નવી સરકારની રચનાને લઈને તસવીર સ્પષ્ટ થઈ શકી નથી. શનિવારે જ મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ સમાપ્ત થવા જઈ રહ્યો છે. રાજીનામા બાદ દેવેન્દ્ર ફડણવીસે અઢી-અઢી  વર્ષના મુખ્યમંત્રીને લઈને કોઈ જ વાત નથી થઈ.

મહારાષ્ટ્રના રાજભવનમાં રાજીનામું આપવા પહોંચેલા ફડણવીસ સાથે ભાજપના અન્ય નેતાઓ પણ હાજર હતાં. શિવસેનાની સીએમ પદની માંગણીને લઈને ગતિરોધ યથાવત રહેતા હજી સુધી એ સ્પષ્ટ નથી કે આગામી સરકાર કોણ બનાવશે. જોકે, ભાજપના નેતા સતત દાવો કરી રહ્યા છે કે, શિવસેના સાથે જ આગામી સરકાર બનશે અને દેવેન્દ્ર ફડણવીસ જ ફરી મુખ્યમંત્રી બનશે.

અઢી-અઢી વર્ષના મુખ્યમંત્રીને લઈને જ્યારેય વાત જ નથી થઈ

પદ પરથી રાજીનામું આપ્યા બાદ ફડણવીસે કહ્યું હતું કે, ચૂંટણીમાં અમને થોડી ઓછી બેઠકો મળી. જ્યારે ઉદ્ધવ ઠાકરેએ પોતાની પહેલી જ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, તે સરકાર બનાવવા તૈયાર છે. હવે મારૂ પણ માનવું છે કે, જનાદેશ એનડીએને મળ્યો છે. હું એ બાબત સ્પષ્ટ કરવા માંગુ છું કે અઢી-અઢી વર્ષના મુખ્યમંત્રીને લઈને કોઈ જ વાતચીત થઈ નથી. કે ના તો ક્યારેય એ નક્કી થયું છે કે રાજ્યમાં અઢી-અઢી વર્ષ માટે બે મુખ્યમંત્રી રહેશે.

ફડણવીસે આગળ ઉમેર્યું હતું કે, જો એવી કોઈ વાત હોત તો અમે જરૂરથી તેનો કોઈ ઉકેલ કાઢત પણ શિવસેનાએ તો વાતચીત જ બંધ કરી નાખી. શિવસેના માત્ર મુખ્યમંત્રી પદને લઈને જ વાતચીત કરવા માંગે છે. મારા ઉદ્ધવજી સાથે ખુબ જ સારા સંબંધો છે. મેં તેમણે ફોન પણ કર્યો પરંતુ તેમણે મારા ફોનનો કોઈ જ જવાબ ના આપ્યો. શિવસેનાએ ચૂંટણી અમારી સાથે મળીને લડી પણ વાતચીત કરવા માટે એનસીપી પાસે જાય છે. મને લાગે છે કે ચૂંટણીના પરિણામો સામે આવ્યા બાદ જ શિવસેનાએ નક્કી કરી લીધું હતું કે, તે એનસીપી-કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવશે.

ભાજપ તરફથી પ્રયાસ યથાવત

બીજી બાજુ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસનથી બચવા માટે ભાજપે અંતિમ સમયમાં જ પ્રયાસો ઝડપી બનાવી દીધા છે. સંકટમોચક માનવામાં આવનારા કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ગડકરી મારતા મોઢે રાજધાની દિલ્હીથી આર્થિક રાજધાની મુંબઈ પહોંચ્યા છે. તો બીજી બાજુ શિવસેના અને કોંગ્રેસ બેઠકો વચ્ચે મંથન કરી રહી છે. ધારાસભ્યો તૂટવાથી બચાવવા માટે શિવસેનાએ ગઈ કાલે જ પોતાના ધારાસભ્યોને એક સુરક્ષીત હોટલમાં શિફ્ટ કરી દીધા હતાં. જ્યારે કોંગ્રેસે પણ આજે 44 ધારાસભ્યોને રાજસ્થાનના જયપુર મોકલી આપ્યા છે.

ફડણવીસે શિવસેના પર લગાવ્યા આરોપ

ફડણીસે શિવસેના પર ગંભીર પ્રકારના આરોપ લગાવતા કહ્યું હતું કે, અમે બાળા સાહેબ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેને લઈને ક્યારેક કોઈ ખોટી વાત નથી કહી પણ અમારા નેતા અને પીએમ મોદી વિષે તેમના તરફથી ઘણું બધું કહેવામાં આવ્યું. શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરેએ પરિણામ બાદ પહેલી જ પ્રેસ કોન્ફરન્સમાં વિકલ્પ ખુલા હોવાની વાત  કહી જેનાથી અમને ભારે આઘાત લાગ્યો. અમને ઘણું જ દુખ થયું. શિવસેના અને ભાજપ વચ્ચે મુખ્યમંત્રી પદને લઈને 50-50 પર મારી સામે કોઈ જ નિર્ણય થયો નથી. મેં પાર્ટી અધ્યક્ષ અમિત શાહ, નેતા નિતિન ગડકરીને પણ આ મામલે પુછપરછ કરી હતી પણ તેમણે પણ મુખ્યમંત્રી પદને લઈને 50-50 ફોર્મ્યુલા પર કોઈ પણ પ્રકારનો નિર્ણય થયો હોવાને લઈને ઈનકાર કરી દીધો છે. અઢી વર્ષના મુખ્યમંત્રી પદની ફોર્મ્યુલા શિવસેના એક બહાનું છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ રાજ્યમાં સરકાર રચવા માટે અમારો સંપર્ક કર્યો હતો. 

આ ઘટનાક્રમ વચ્ચે જ શિવસેનાના નેતા સંજય રાઉત ફરી એકવાર પોતાના ધૂર વિરોધી એવા એનસીપી અધ્યક્ષ શરદ પવારને તેમના ઘરે મળવા પહોંચ્યા હતાં. જ્યારે શરદ પવાર તો અનેકવાર સ્પષ્ટ કહી ચુક્યા છે કે, એનસીપી અને કોંગ્રેસ તો વિપક્ષમાં જ બેસસે અને એઓ શિવસેનાને સમર્થન નહીં જ કરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન