shivaji-memorial-will-be-world-tallest-building
  • Home
  • Featured
  • વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાનો તાજ સરદારના માથે માત્ર 3 વર્ષ જ રહેશે, આ મૂર્તિ લેશે સ્થાન

વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાનો તાજ સરદારના માથે માત્ર 3 વર્ષ જ રહેશે, આ મૂર્તિ લેશે સ્થાન

 | 4:11 pm IST

આગામી 31મી ઓક્ટોબરે વિશ્વની સૌથી ઉંચી સરદાર વલ્લભાઇ પટેલનું સ્મારક સ્ટેચ્યૂ ઓફ યૂનિટીનું લોકાર્પણ થવા જઇ રહ્યું છે. આ પ્રતિમાની ઉંચાઇ સરકારે 182 મીટર ઉંચી રાખી છે, તેમ છતાં આગામી 3 વર્ષમાં સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને વિશ્વની સૌથી ઉંચી મૂર્તિનો તાજ છીનવાઇ જશે. હા તમે જે સાંભળી રહ્યા છો, તે એકદમ સાચી વાત છે. અને આ તાજ ભારતમાં જ બની રહેલી અન્ય એક મૂર્તિ આ બિરુદને પોતાના શિરે ધારણ કરશે.

તમને જણાવી દઇએ કે, આ તાજ છીનવનાર અન્ય કોઇ રાજ્ય નહીં પરંતુ આપણું પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર છે. ગુજરાત સરકારે સ્ટેચ્યૂ ઓફ યૂનિટીમાં 3000 કરોડ રૂપિયાનું એંધાણ કર્યું છે. જ્યારે મહારાષ્ટ્ર સરકાર દ્વારા આશરે 3800 કરોડ રૂપિયાનો ખર્ચો કરી દરિયામાં નિર્માણ પામી રહેલું છત્રપતિ શિવાજી મહારાજ મેમોરિયલ સરદારના માથે રહેલો તાજ છીનવશે. છત્રપતિ શિવાજી મહારાજ મેમોરિયલની ઉંચાઇ 190 મીટર રાખવામાં આવશે. તમને એ પણ જણાવી દઇએ કે, દેશમાં બન્ને મહાકાય પ્રતિમા બનાવવાનો કોન્ટ્રાક્ટ લાર્સન એન્ડ ટૂબ્રો (એલએન્ડટી)ને મળેલો છે.

મુંબઇમાં સરબ સાગરમાં બની રહેલી છત્રપતિ શિવાજી મહારાજ મેમોરિયલ અથવા તો શિવા સ્મારક વહેલી તકે એટલે કે અંદાજે ત્રણ વર્ષમાં દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા બની જશે. શિવા સ્મારકની ઉંચાઇ 190 મીટર રાખવામાં આવશે. જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઉંચાઇ 182 મીટર રાખવામાં આવી છે.

અરબી સમુદ્રમાં ઊભા કરવામાં આવનારા છત્રપતિ શિવાજી મહારાજના સ્મારકને લઇને બધામાં જ ઘણો ઉત્સાહ છે અને હવે આ સ્મારકને વિશ્વનું સૌથી ઊંચુ મેમોરિયલ બનાવવાની તૈયારીઓ થઇ રહી છે. શિવસ્મારકની ઊંચાઇ 192 મીટરથી વધારીને 210 મીટર કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. રાજ્ય સરકાર કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયને આ પ્રસ્તાવ મોકલશે. જો આ પ્રસ્તાવ મંજૂર થાય તો શિવાજી સ્મારક વિશ્વનું સૌથી ઊંચુ સ્મારક બની જશે.

હાલ વિશ્વનું સૌથી ઊંચુ સ્મારક ચીનના સિચુઆનના લુશાન કાઉન્ટીમાં આવેલું સ્પ્રિંગ ટેમ્પલ બુદ્ધાનું છે જેની ઊંચાઇ 208 મીટર છે. ડુંગર ઉપર બનાવવામાં આવેલા સ્મારકનું બાંધકામ 2008માં પૂરું થયું હતું. આની મૂળ ઊંચાઇ 153 મીટર હતી પરંતુ જે ડુંગર ઉપર આ સ્મારક બનાવવામાં આવ્યું છે તેને પુનઃઆકાર આપીને ચૌતરો(પ્લેટફોર્મ-ઊંચો ઓટલો) બનાવવામાં આવતા આ સ્મારકની ઊંચાઇ ૨૦૮ મીટર થઇ હતી. શિવસ્મારક સમિતિના ચેરમેન વિનાયક મેટેએ કહ્યું હતું કે અમને શિવસ્મારક વધુ ઊંચુ જોઇએ છે.

સ્ટેચ્યૂ ઓફ યૂનિટી ભારત 182 મીટર 3000 કરોડ
ભગવાન બુદ્ધ ચીન 153 મીટર 5.50 કરોડ ડોલર
ભગવાન બુદ્ધનું શિલ્પ જાપાન 120 મીટર
સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી અમેરિકા 93 મીટર
ધ મધરલેન્ડ રશિયા 85 મીટર
ઈશું ખ્રિસ્ત બાઝિલ 39.6મીટર

આ માટે ટેન્ડર બહાર પડાય ત્યારબાદ આ પ્રસ્તાવ પર્યાવરણ મંત્રાલયને મંજૂરી માટે મોકલવામાં આવશે. શિવાજી મહારાજ મહારાષ્ટ્રના આરાધ્ય દેવ છે અને આપણી અને આવતી પીઢી માટે તે પ્રેરણાસ્થાન છે. આ સ્મારક બનાવવા જે થતું હોય તે કરીશું. ઉલ્લેખનીય છે કે 192 મીટર ઊંચા બનનારા આ સ્મારકના આ પ્રોજેક્ટનું ભૂમિપૂજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 24 ડિસેમ્બરે કરવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન