Shivakumar Gets Bail From Delhi High Court In Money Laundering case
  • Home
  • Featured
  • કૉંગ્રેસનાં સંકટમોચક ડીકે શિવકુમારને રાહત, દિલ્હી હાઈકોર્ટે જામીન પર કર્યા મુક્ત

કૉંગ્રેસનાં સંકટમોચક ડીકે શિવકુમારને રાહત, દિલ્હી હાઈકોર્ટે જામીન પર કર્યા મુક્ત

 | 9:20 pm IST

કોંગ્રેસના સંકટમોચક અને દિગ્ગજ નેતા ડીકે શિવકુમારને મની લોન્ડરિંગ કેસમાં દિલ્હી હાઈકોર્ટે જામીન પર મુક્ત કર્યાં છે. કોર્ટે શિવકુમારને 25 ઓક્ટોબર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા હતા. શિવકુમાર 25 ઓક્ટોબર બાદ જેલમાંથી બહાર આવી શકશે. દિલ્હી હાઈકોર્ટે 25 લાખના બોન્ડ પર તેમને જામીન આપ્યા છે. ટ્રાયલ કોર્ટે ડીકે શિવકુમારની જામીન અરજી ફગાવી દીધી હતી તે પછી શિવકુમારે જામીન માટે દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક સાધ્યો હતો. શિવકુમાર કોર્ટને મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે તેવો પણ હાઈકોર્ટે આદેશ આપ્યો છે.

મની લોન્ડરિંગ કેસમાં ૩ સપ્ટેમ્બરે ધરપકડ થઈ હતી

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ઈડી) કર્ણાટક કોંગ્રેસના દિગ્ગજ નેતા ડીકે શિવકુમારની ધરપકડ કરી છે. કર્ણાટકના પૂર્વ મંત્રી શિવકુમાર સોમવારે મની લોન્ડરિંગ કેસમાં ઈડી સામે હાજર રહ્યા હતા. ઈડીએ આ કેસમાં શુક્રવાર અને શનિવારે પણ 13 કલાક કરતા પણ વધારે પૂછપરછ કરી હતી. ડીકે શિવકુમાર પર પીએમએલએ કાયદાનું ઉલ્લંઘન કરીને હવાલા લેણદેણમાં સામેલ હોવાનો ઈડીનો આરોપ છે.

શિવકુમાર 30 ઓગસ્ટના ઈડીની સામે હાજર થયા હતા

ઈડીના અધિકારીઓએ સંપત્તિઓ અને રોકડથી ભરેલી બેગ અંગે શિવકુમારની પૂછપરછ કરી હતી. શિવકુમાર પોતાના સાથીઓ મારફતે ચાંદની ચોક સ્થિત એક ટ્રાવેલ કંપનીના માલિકને રોકડથી ભરેલી બેગ મોકલી હતી. ઈડીના અધિકારીઓએ કહ્યું કે બુધવારે શિવકુમારને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને તેમની કસ્ટડીની માગ કરવામાં આવશે. શિવકુમાર 30 ઓગસ્ટના દિવસે પહેલી વાર ઈડીની સામે હાજર થયા હતા. જોકે શિવકુમારે પોતાની સામેનો આરોપ ફગાવી દીધો છે.

આ વિડીયો પણ જુઓ: મોરબીમાં વિવિધ 11 માગને લઈને ખેડૂતોએ રેલી યોજી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન