Shivani daughter of Poonam madam died in Singapore
  • Home
  • Gujarat
  • સાંસદ પૂનમ માડમની દીકરી શિવાનીનું સિંગાપોરમાં મોત

સાંસદ પૂનમ માડમની દીકરી શિવાનીનું સિંગાપોરમાં મોત

 | 5:44 pm IST

દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમ માડમની દીકરી શિવાનીનું સિંગાપોરમાં  મોત નિપજતાં, પરિવારમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે. ઉલ્લેખનિય છે કે શિવાની દિવાળી દરમિયાન દિલ્હી ખાતે ફટાકડા ફોડતા ગંભીર રીતે દાઝી ગઈ હતી. તેને તાબડતોબ મુંબઈથી સિંગાપોર લઈ જવામાં આવી હતી. જ્યારે ઘટનાની જાણ થતાં સાંસદ પૂનમ માડમ સહિત પરિવારજનો સિંગાપોર દોડી ગયા હતા. શિવાનીનું આજે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જો કે સાંસદના જામનગરના સત્તાવાર કાર્યાલય ખાતે શિવાની ગીઝર ચાલુ કરતાં, તેમાંથી નિકળેલા ગેસને કારણે દાઝી ગઈ હતી. જ્યારે મળતાં સમાચારો પ્રમાણે તે ફટાકડા ફોડતા દાઝી ગઈ હતી.

શિવાનીના મૃતદેહને હવાઇમાર્ગે સિંગાપોરથી દિલ્હી લાવવામાં આવશે. ત્યાંથી પછી ગુજરાતમાં માદરે વતન જામનગર ખાતે લઈ જવાશે, તેવી માહિતી સુત્રો દ્વારા આપવામાં આવી છે.  ગત દિવાળી દરમિયાન સાંસદ પુનમ માડમના દિલ્હી ખાતેના નિવાસ સ્થાને તેમની પુત્રી શિવાની ઉમંર વર્ષ 21 શિવાની દિવાળી દરમિયાન દિલ્હી ખાતે ફટાકડા ફોડતા ગંભીર રીતે દાઝી ગઈ હતી. તે સારવાર માટે પહેલાં મુંબઈ ખસેડવામાં આવી હતી. પછી તાબડતોબ સિંગાપોર લઈ જવામાં આવી હતી.

મળતી માહિતી પ્રમાણે શિવાની ગંભીર રીતે દાઝી ગઈ હતી. મુંબઈમાં અથાગ પ્રયત્નો છતાં તેની હાલતમાં કોઈ સુધાર ન થતાં તેને સિંગાપોર ખસેડવાનો નિર્ણય લેવાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું રવિવારે સવારે મૃત્યું થયું હતું.

જો કે સાંસદ પૂનમ માડમના જામનગર ખાતે કાર્યાલય તરફથી એવી વિગતો આપવામાં આવી છે કે દિવાળી દરમિયાન શિવાની દિલ્હી ખાતે ગેસ ગીઝર ચાલુ કરતી વેળાએ, ગેસના કારણે દાઝી ગઈ હતી. તે ગીઝર ચાલુ કરતી વખતે નીકળેલા ગેસના કારણે આગ લાગી હતી. જેમાં તે ગંભીર રીતે દાઝી ગઈ હતી.  જોકે એવા પણ અહેવાલ મળી રહ્યા છે કે ફટાકડા ફોડતાં આ અકસ્માત બન્યો હતો અને આગમાં શિવાની સપડાઈ જતા તે ગંભીર રીતે દાઝી ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન