Shivansh Living in Bopal Says Neighbor
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • શિવાંશ કેસ: સગી જનેતા હીના દીક્ષિત બાબતે બોપલમાં રહેતા પડોશીએ કર્યો ભાંડાફોડ

શિવાંશ કેસ: સગી જનેતા હીના દીક્ષિત બાબતે બોપલમાં રહેતા પડોશીએ કર્યો ભાંડાફોડ

 | 12:32 pm IST
  • Share

  • શિવાંશનો જન્મ અમદાવાદમાં થયો હતો અને તેની સગી જનેતા સાથે તે બોપલમાં રહેતો હતો

  • બોપલ વિસ્તારમાં શિવાંશની માતા હીના દિક્ષીત સાથે રહેતો: પડોશીનો દાવો

  • પિતા દિવસ દરમ્યાન આવતા-જતા રહેતા હતા: પડોશીનો દાવો

     

ગાંધીનગરના પેથાપુરમાં સ્વામિનારાયણ ગુરુકુળની ગૌશાળામાં શુક્રવારે રાત્રે અજાણ્યો યુવક બાળકને મૂકી ગયો હતો. બાદમાં પોલીસે બાળકા માતા પિતાની શોધખોળ અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જો કે 20 કલાક બાદ બાળકના માતા પિતાની ભાળ મળતા અનેક ચોંકાવનારા ઘટસ્ફોટ થયા છે. ત્યારબાદ શિવાંશની સગી જનેતા કયાં છે તેને લઇ સતત પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે ત્યારે સંદેશ ન્યૂઝ પાસે શિવાંશના જન્મસ્થળને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે.

 

શિવાંશના પિતા સચિન દિક્ષીતના ભાડાના ઘરનો એગ્રીમેન્ટ

 

શિવાંશનો જન્મ અમદાવાદમાં થયો હતો અને તેની સગી જનેતા સાથે તે બોપલમાં રહેતો હતો. બોપલ વિસ્તારમાં શિવાંશ તેની માતા સાથે રહેતો અને તેના પિતા દિવસ દરમ્યાન આવતા-જતા રહેતા હતા તેઓ દાવો તેમના પડોશી દ્વારા કરાયો છે.

 

શિવાંશના ઘરની તસવીર


પડોશીએ કહ્યું કે શિવાંશની સગી જનેતાનું નામ હીના દીક્ષિત છે. પડોશીનું કહેવું છે કે તેઓ છેલ્લાં એક વર્ષથી અહીં રહેતા હતા. અન્ય કોઈ સંબંધી આવ્યા હોય એવી કોઈ માહિતી નહી. શિવાંશ સાથે એની માતાનું ખુબજ એટેચમેન્ટ હતું. શિવાંશના પિતા અહીં બહું ઓછું આવતા હતા.

શિવાંશને આજે જ 10 મહિના પૂરા થયા, હીનાબેનનો સ્વભાવ ખૂબ સારો: પડોશી મહિલા

શિવાંશની બાજુમાં રહેતા પાડોશી મહિલાએ કહ્યું કે શિવાંશનો જન્મ 10મી ડિસેમ્બર 2020ના રોજ થયો હતો. આજે જ શિવાંશને 10 મહિના પૂર થયા. શિવાંશની માતા હીનાબેનનો સ્વભાવ ખૂબ જ સારો હતો. તેઓ પ્રેગનન્ટ હતા ત્યારે પણ અમે તેમને ઘણી વખત મદદ કરતાં. હીનાબેનના પતિ એટલે કે સચિનભાઇ કયારેય રાત્રે આવતા નહીં તેઓ દિવસ દરમ્યાન જ આવતા. હીનાબેનને પ્રેગનન્સી વખતે તકલીફ પડતી તો અમે તેમને મદદ કરતાં. એક વખત એવું બન્યું કે હીનાબેનની તબિયત ખરાબ હતી તો તેઓ જોરજોરથી બૂમો પાડી એમના પતિ સાથે ઝઘડતા હતા પરંતુ આ સિવાય તેઓ તેમની વાતો બહુ શેર કરતાં નહીં. હીનાબેન કહેતા કે મારા સાસુ-સસરાને હું ઓછી ગમું છું એટલે તેઓ અહીં આવતા નથી.

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો