2 Deputy CM Formula, Udhav Thackeray Might Become CM
  • Home
  • Featured
  • મહારાષ્ટ્રમાં ઉકેલાઈ ગયું સરકાર ગઠનનું કોકડું! 2 ડેપ્યૂટી CMનાં ફોર્મ્યુલા પર થશે ‘થપ્પો’!

મહારાષ્ટ્રમાં ઉકેલાઈ ગયું સરકાર ગઠનનું કોકડું! 2 ડેપ્યૂટી CMનાં ફોર્મ્યુલા પર થશે ‘થપ્પો’!

 | 9:19 am IST

મહારાષ્ટ્રમાં ચૂંટણી પરિણામોની જાહેરાતનાં લગભગ એક મહિના બાદ નવી સરકાર બનવાની તસવીર સ્પષ્ટ થઈ રહી છે. એનસીપી અને કૉંગ્રેસની વચ્ચે છેલ્લા બે દિવસ સુધી ચાલેલા મંથન બાદ શિવસેનાની સાથે મળીને સરકાર બનાવવા પર સહમતિ બની ચુકી છે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે, પ્રદેશમાં મુખ્યમંત્રી શિવસેનાનો હશે. આ ઉપરાંત 2 ડેપ્યૂટી સીએમ હશે જે એનસીપી અને કૉંગ્રેસથી હશે. જો કે એનસીપીનો ભાર રોટેશનલ સીએમ પર છે એટલે કે પાર્ટી શિવસેના બાદ અઢી વર્ષ સુધી પોતાનો સીએમ રાખવા ઇચ્છે છે.

જો કે 2 ડેપ્યૂટી સીએમનાં ફોર્મ્યુલામાં શિવસેનાનું ધ્યાન સંપૂર્ણ 5 વર્ષ માટે સીએમ પદ પર હશે. સ્પીકર પદ કૉંગ્રેસની પાસે જઇ શકે છે, પરંતુ એનસીપીની પણ આ પદ પર નજર છે. આજે મુંબઈમાં શિવસેના, કૉંગ્રેસ અને એનસીપી વચ્ચે આ મુદ્દાઓ પર સહમતિ બની શકે છે. જો બધુ સમુંસુથરું રહ્યું તો સોમવારનાં મહારાષ્ટ્રમાં નવી સરકારની રચના થઈ શકે છે.

અજિત પવાર અને થોરાટ ડેપ્યૂટી સીએમ?

સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે એનસીપી અઢી-અઢી વર્ષ સુધી સીએમ ફોર્મ્યુલા પર ભાર આપી શકે છે, તો કૉંગ્રેસની સાથે સાથે તેને પણ ડેપ્યૂટી સીએમનું પદ મળી શકે છે. આ રીતે 2 ડેપ્યૂટી સીએમ પર સહમતિ બની શકે છે. એનસીપી સુપ્રીમો શરદ પવાર પાર્ટીની તરફથી ડેપ્યૂટી સીએમ માટે પોતાના ભત્રીજા અજીત પવારનાં નામને આગળ ધરી શકે છે. અજીત પહેલા પણ એનસીપી-કૉંગ્રેસની સરકાર દરમિયાન 2009થી 2014 સુધી ડેપ્યૂટી સીએમ રહ્યા હતા. આમ તો શરદ પવારની દીકરી સુપ્રિયા સુલેને પોતાના પિતાની રાજનીતિ વિરાસતની વારસદાર માનવામાં આવે છે. આ પ્રમાણે તે પણ ડેપ્યૂટી સીએમની રેસમાં સામેલ છે. કૉંગ્રેસ તરફથી મહારાષ્ટ્ર યૂનિટનાં અધ્યક્ષ બાલાસાહેબ થોરાટ ડેપ્યૂટી સીએમ પદ માટે દાવેદાર તરીકે ઉભરી રહ્યા છે.

આ છે પાવર શેરિંગ ફોર્મ્યુલા

સીએમ પોસ્ટ માટે શિવસેના ચીફ ઉદ્ધવ ઠાકરેનું નામ આગળ આવ્યું છે. કૉંગ્રેસ અને એનસીપી પણ ઇચ્છે છે કે ઉદ્ધવ જ આ જવાબદારી સંભાળે. તો ડેપ્યૂટી પદનાં સીએમ માટે એનસીપી તરફથી અજીત પવાર અને કૉંગ્રેસ તરફથી બાલાસાહેબ થોરાટનું નામ આગળ ચાલી રહ્યું છે. મંત્રી પરિષદમાં 16-15-12નો ફોર્મ્યુલા સામે આવી રહ્યો છે, એટલે કે શિવસેનાનાં 16 મંત્રી બની શકે છે. એનસીપી 15 અને કૉંગ્રેસનાં ખાતામાં 12 મંત્રી પદ આવી શકે છે.

અઢી-અઢી વર્ષ માટે સીએમનાં પક્ષમાં એનસીપી

એનસીપી અઢી-અઢી વર્ષનાં સીએમનાં પક્ષમાં છે, એટલે કે શરૂઆતનાં અઢી વર્ષ સુધી શિવસેનાનો સીએમ હોય અને બીજા અઢી વર્ષ સુધી એનસીપીનો સીએમ રહે. એનસીપી અને કૉંગ્રેસ બંને પાર્ટીઓ ઇચ્છે છે કે સીએમ પદ ખુદ ઉદ્ધવ ઠાકરે સંભાળે. શિવસેના બીજેપી સાથે સીએમ ખુરશીની ખેંચતાણમાં આદિત્ય ઠાકરેનું નામ આગળ ધરી રહી હતી. 2 ડેુપ્યૂટી સીએમ પર જો સહમતિ બને છે તો શિવસેના ભાગ્યે સીએમ પોસ્ટ શેર કરવા રાજી થાય.

આ વિડીયો પણ જુઓ: વડોદરામાં ડ્રગ્સનો નશો કરતા લોકોની અટકાયત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન